અરવલ્લી : એક વર્ષથી વધુ સમય વિતવા છતાં ભિલોડા તાલુકામાં વિધવાપેન્શન માટે મહિલાઓને ધરમધક્કા.

0
330

અરવલ્લી જીલ્લાના જીલ્લાના ભિલોડા તાલુકામાં વિધવા સહાય પેન્શન યોજના અંતર્ગત લાભાર્થીઓ વંચિત. એક વર્ષ થી મંજુર થયેલ છે છતાં યે બેંક માં આજદીન સુધી રકમ જમા કરવામાં આવી નથી દર મહિને 1250.00 લેખે પેન્શન મળે છે સરકાર વિધવાઓને સહાય આપે છે પરંતુ ભિલોડા મામલતદાર કચેરીની લાલયાવાડીથી અરજદારો હેરાન પરેશાન

ગુજરાત સરકાર દ્વારા રાજ્ય માં વિધવા મહિલાઓનેં વિધવા પેન્શન યોજના અંતર્ગત દર મહિને 1250.00 લેખે પેન્શન આપવામાં આવે છે ભિલોડા તાલુકામાં મામલતદાર કચેરી ની લાલયાવાડીથી અને ભ્રષ્ટાચાર માં ખદબદી રહી હોવાની બુમો ઉઠી છે વજન મુકો તોજ કામો થતા હોવાની લોકફરિયાદો પણ ઉઠી છે ત્યારે છેલ્લા એક વર્ષથી ભિલોડા તાલુકામાં આદિવાસી વિધવા મહિલાઓને પેન્શન મળતુજ નથી ભિલોડા મામલતદાર કચેરી માં ધરમધક્કા ખાઈને પગના તળિયા ઘસાઈ ગયા અને હવે થાકી ગયા કચેરી માં અને બેંકમાં વ્યવસ્થિત જવાબ પણ આપતા નથી કોરોના મહામારીમાં અને કુદકે ને ભૂસકે વધી રહેલી મોંઘવારી માં ધર કેમ ચલાવવું તે તેમના માટે મોટો સવાલ છે છેલ્લા એક વર્ષથી નાણાં ન મળવાને કારણે અહિયાં અને તહીંયાં ભટકી રહેલી વિધવા મહિલાઓ ને તેમનુ ગુજરાન કેવી રીતે ચલાવવું તેની ભારે મુંજવણ માં મુકાઈ છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સહાય આપે છે અને મંજૂર પણ કરે છે તો અધિકારી વિધવા ઓને કેમ ધક્કા ખવડાવે છે અરવલ્લી જિલ્લાના નવા કલેક્ટર નરેન્દ્ર કુમાર મીના દ્વારા ભિલોડા તાલુકામાં મામલતદાર કચેરી દ્વારા કેમ સહાય ચુકવવામાં આવી નથી તેની યોગ્ય ન્યાયીતપાસ કરીને સહાયની રકમ તાત્કાલિક મળે તેવું વિધવા મહિલા ઓની માંગણી છે એક વર્ષ થી વિધવા પેંશન ના ઓડૅર પણ મળી ગયેલ છે છતાં એકપણ હફ્તા ની રકમ આજદિન સુધી મળેલ નથી ભિલોડા જેવા આદિવાસી પછાત વિસ્તારમાં ગરીબો ને હેરાનપરેશાન કરવામાં આવે છે

નીચે ના લાભાર્થીઓ ને એક વર્ષ થી વિધવા પેંશનમંજુર થયેલ છે તેવાં લાભાર્થીઓ

1. નાની બેન કોદરભાઈ ખાંટ રહે ખેરંચા

2.રમીલાબેન ભીખાભાઈ પ્રજાપતિ રહે ખેરંચા

3.સોમીબેન કેશાભાઇ ખાંટ રહે ખેરંચા

\4.સોમીબેન મોતીભાઈ ખોખરીયા રહે ખેરંચા

5.મધીબેન રુપાભાઇ ગોધા રહે મેરા વાડા

6. શાન્તા બેન જાલમભાઇ ખાંટ રહે મેરા વાડા

7.રાધાબેન શંકરભાઈ પાંડોર રહે મેરા વાડા

8. ડાહીબેન જીતેન્દ્ર ભાઇ કટારા રહે દાતીયાવજાપુર એક વર્ષ થી ઓડૅર પણ મળી ગયેલ છે છતાં પણ આજદિન સુધી બેંક માં રકમ આવી નથી તાલુકામાં દરેક ગામમાં આ રીતે વિધવા સહાય ની રકમ ન મળવાને કારણે તેમનુ ગુજરાન ચલાવાનુ મુશ્કેલ થઈ ગયેલ છે તેજ રીતે તાલુકા માં વૃધ્ધ સહાય યોજના માં 750.00 રકમ મળે છે તે રકમ માટે પણ મામલતદાર કચેરી માં ધક્કા ખાઈ ને લાભાર્થીઓ થાકી ગયા છે વિધવા સહાય નાં ઓડૅર 23.03.20ના મળેલ છે છતાં રકમ મળી નથી તો નવા કલેક્ટર સાહેબ આ વિધવા સહાય ની રકમ તાત્કાલિક મળે તેવું આયોજન કરે તેવું વિધવા મહિલાઓની માંગણી કરી છે.સદર બાબતે ભિલોડા મામલતદાર જિલ પટેલ ને ટેલિફોનિક વાત કરતા તેમને જણાવ્યું કે સરકાર માંથી આવ્યું નહિ હોય અને એક સાથે ત્રણ મહિના ની રકમ મળતી હોય છે આપ ની પાસે આવા ઓર્ડર ની કોપી હોય તો મોકલો હું તપાસ કરાવીશ તો સવાલ એ છે કે મામલતદાર કચેરીમાં આટલા સમય થી પેનશન માટે ધરમ ધક્કા કરાવતા કર્મચારીઓ મામલતદારને ધ્યાન કેમ નહિ દોર્યું હશે તેવા અનેક સવાલો ઉભા થયા છે.

અહેવાલ- જગદીશ પ્રજાપતિ, અરવલ્લી