જેતપુરના કેનાલ રોડ પર પ્રજાજનોનુ વોકિંગ, સોશીયલ ડિસ્ટન્સની ઐસી-તૈસી: તંત્રને લાલ-આંખ કરવાની જરૂર

0
1093

સમગ્ર વિશ્વ કોરોના નામક વાયરસની મહામારીથી પીડાય છે ત્યારે તબીબો તથા બુધ્ધિજીવીઓ સોશીયલ ડિસ્ટન્સની વાત કરી રહ્યા છે

સામાન્ય દિવસમા જે ઘરની બહાર પણ નથી દેખાતા તેઓ આ ગંભીર સમયે વોકિંગના બહાને ટહેલવા નિકલી પડ્યા છે

તા.7,જેતપુર: તા.6,રાજકોટ: હાલની પરીસ્થીતીમા કોરોના નામક વૈશ્વીક મહામારી સમગ્ર વિશ્વ અને ખાસ કરીને આપણો ભારત દેશને ઘેરી ચૂકી છે ત્યારે વડાપ્રધાનના 21 દિવસના લોક્ડાઉનને દેશમાંથી સમર્થન મળી રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, હાલના તબક્કે સમગ્ર ગુજરાતમા કોરોના પોઝીટીવ કેસનો આંક 179 થવા પામ્યો છે ઉપરાંત દિલ્હીના તબલીઘી જમાતના મુદાએ સમગ્ર દેશમા ભારે ચકચાર મચાવી છે. નિઝામુદ્દીન જમાતમા હાજર દરેક જમાતીઓને ગંભીરતાથી લઈને પોલીસ અને તંત્ર તેને શોધીને યોગ્ય સારવાર આપવા માટે રાત-દિવસ દોડી રહ્યુ છે.અને સરકારી તંત્ર દ્વારા પણ ડગલે ને પગલે સમગ્ર ભારતના ખુણે-ખુણા સુધી વાયરસની ગંભીરતાની માહીતી પહોંચાડીને લોકોને બચાવવા સતત અપીલ કરી રહ્યુ છે ત્યારે અનેક લોકો તંત્રની સૂચનાઓને માનવાને બદલે પોતાના કહેવાતા જ્ઞાનનો કક્કો ઘુટ્યે રાખે છે પરંતુ હવે લોકોને સમજવાનો સમય આવી ગયો છે. નહી તો પોલીસનુ કઠોર રૂપ ગુજરાતને જોવા મળશે એવા દિવસો બહુ દૂર નથી.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જેતપુરમા નાયબ પોલીસ અધીક્ષક તરીકે સાગર બાગમાર જેવા કર્તવ્યનિષ્ઠ પોલીસ અધીકારી પોતાના નિષ્ઠાવાન પોલીસ સ્ટાફ સાથે કોરોના વાયરસની ગંભીરતાને સમજાવીને કોરોનાને ફેલાતો રોકવાના સખત પ્રયત્નો કરી રહ્યા છે. છતા અમુક લોકો જેઓ પોતાને બુધ્ધિજીવી માનીને કેનાલ રોડ પર વોકિંગ કરવા નીકળી પડે છે તેઓ જાણે પોલીસને ચેલેન્જ આપતા જોવા મલે છે. મલતી માહીતી મુજબ કોરોના વાયરસના પ્રહાર પુર્વે વોકીંગમાં નીકળતા લોકોની સંખ્યા કરતા હાલમાં લોક્ડાઉનમા વોકિંગ માટે નીકળતા લોકોની સંખ્યામા તોતિંગ વધારો જોવા મલી રહ્યો છે. ઉપરાંત વોકિંગ માટે જાહેરમા નિકલતા લોકો 144ની કલમનુ જાણે સરાજાહેર ઉલ્લંઘન કરીને પોતાને બહાદુર હોવાની વાત પણ કરતા જોવા મળી રહ્યા છે.

મહત્વની વાત છે કે, આગામી સમયમા જેતપુર પોલીસ દ્વારા વોકિંગ માટે નીકળતા આવા કહેવાતા બહાદુર લોકોને કાયદાનું ભાન કરાવવામાં આવશે કે કેમ ? અને ક્યારે કાયદાનું ભાન કરાવવામાં આવશે ? અને તંત્રની પ્રતીષ્ઠા કાયમી જળવાઈ રહેશે તે તંત્ર અને જેતપુરના પ્રજાજનો માટે ખૂબ મોટો પ્રશ્ન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here