પાવર સેક્ટરમાં સુધારો અને 3 લાખ 60 હજાર ગામડાંઓ સુધી બ્રોડબેન્ડ પહોંચાડવાની તૈયારી

0
327
  • ભારતનેટ માટે 19,401 કરોડ રૂપિયાને મંજૂરી
  • ફ્રી રાશન અને પાવર રિફોર્મને પણ મંજૂરી
  • PM મોદી સહિત કેન્દ્રીય મંત્રીઓએ કેબિનેટ બેઠક બેઠકમાં ભાગ લીધો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેબિનેટ બેઠક મળી. મીટિંગ પછી પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને રવિશંકર પ્રસાદ બેઠકમાં લીધેલા નિર્ણયની જાણકારી આપી. બેઠકમાં પાવર અને ટેલિકોમ સેક્ટર માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

IT અને ટેલીકોમ મિનિસ્ટર રવિશંકર પ્રસાદે કહ્યું કે ઇન્ફોર્મેશન હાઈવે દરેક ગામ સુધી પહોંચે તે દિશામાં સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. તેના માટે 19 હજાર કરોડ રૂપિયાની મંજૂરી મળી છે.

ગત વર્ષે 15 ઓગસ્ટે લાલ કિલ્લાની પ્રાચીરથી PM મોદીએ ભારતનેટ અંતર્ગત 1000 દિવસમાં 6 લાખ ગામડાંઓમાં ઓપ્ટિકલ ફાઈબર બ્રોડબેન્ડ લગાડવાની વાત કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ વિશ્વભરમાં સૌથી મોટો બ્રોડબેન્ડ પ્રોગ્રામ માની શકાય છે, જે ગ્રામીણો વિસ્તારોને કનેક્ટ કરશે.

ભારતનેટ માટે સરકાર આપશે 19 હજાર કરોડ રૂપિયા
30 જૂને મળેલી કેબિનેટ મીટિંગમાં સરકારે ભારતનેટને PPP મોડલ અંતર્ગત મંજૂરી આપી છે. જે અંતર્ગત દેશના 16 રાજ્યોમાં કુલ 3.60 લાખ પંચાયતને બ્રોડબેન્ડ સાથે જોડવા માટે 29 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ છે. જેના પર ખર્ચ થનારી વાત કુલ રકમમાં ભારત સરકારનો હિસ્સો 19,041 કરોડ રૂપિયા છે.

સરકાર આ યોજના માટે 42 હજાર કરોડ રૂપિયા પહેલાં જ જાહેર કરી દીધા છે. અત્યાર સુધીમાં આ મદદ માટે કુલ ખર્ચ લગભગ 62 હજાર કરોડ રૂપિયા થઈ જશે.

ઈન્ફોર્મેશન મિનિસ્ટર પ્રકાશ જાવડેકરે કહ્યું કે કેબિનેટે નાણાં મંત્રી નિર્મલા સીતારમણના બજેટમાં કરવામાં આવેલી જાહેરાતને પણ મંજૂરી આપી દીધી છે. જે અંતર્ગત નવેમ્બર 2021 સુધી 80 કરોડ નાગરિકોને ફ્રી રાશન આપવામાં આવશે. જો કે તે અંગેની જાહેરાત પહેલાં જ કરવામાં આવી છે, જે અંતર્ગત હવે 93 હજાર કરોડ રૂપિયાના ફંડને મંજૂરી મળી છે.

સરકારે પાવર રિફોર્મ માટે મંજૂર કર્યું 3.03 લાખ કરોડનું ફંડ
સાથે પવાર સેક્ટરમાં સુધારા પર પણ કેન્દ્રીય કેબિનેટે મહત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત રાજ્ય સરકારો પાસેથી પ્લાન માગવામાં આવશે અને કેન્દ્ર તરફથી તેને પૈસા આપવામાં આવશે. મોટા શહેરોમાં ઓટોમેટિક સિસ્ટમને પણ લાગુ કરવાની તૈયારી છે. કેન્દ્રીય મંત્રી આરકે સિંહે કહ્યું કે તેનાથી સોલર સિસ્ટમને મજબૂત કરવાનો પણ પ્લાન છે.

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે 28 જૂને જ પાવર ડિસ્ટ્રીબ્યૂશન સ્કીમ માટે 3 લાખ કરડોની મંજૂરી આપી હતી. જૂની HT-LT લાઈન્સને બદલવામાં આવશે, કે જેથી લોકોને 24 કલાક વીજળી મળી શકે. ગરીબો માટે દરરોજ રિચાર્જ સિસ્ટમ લાવવામાં આવશે.

પાવર સેક્ટર માટે 3.03 લાખ કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. આ ફંડથી ડિસ્કોમને ઈન્ફ્રાસ્ટ્રકચર નિર્માણ અને સુધારા માટે પૈસા આપવામાં આવશે. 3 લાખ કરોડને આ ફંડમાં કેન્દ્ર સરકાર 97,631 કરોડ રૂપિયા આપશે.