રાજકોટ : કેકેવી ચોક અને જડુસ ચોક ફ્લાયઓવર બ્રિજ સાઈટની વિઝિટ કરતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા

0
305

કેકેવી ચોક અને જડુસ ચોક ફ્લાયઓવર બ્રિજ સાઈટની વિઝિટ કરતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા : કામ ઝડપથી પૂર્ણ કરવા રાઉન્ડ ધ ક્લોક કામ ચાલુ રાખવા સૂચના : વોર્ડ નંબર-૭ની વોર્ડ ઓફિસની મુલાકાત લઈ વિવિધ   કામગીરીની માહિતી મેળવતા મ્યુનિ. કમિશનર  

       રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરાએ આજે તા. ૩૦-૦૬-૨૦૨૧ ના રોજ વરિષ્ઠ અધિકારીઓ અને એજન્સીના પ્રતિનિધિઓને સાથે રાખી શહેરના મુખ્ય માર્ગ કાલાવડ રોડ પર કે.કે.વી. ચોક અને જડુસ ચોક ખાતે નિર્માણાધીન ફ્લાયઓવર બ્રિજની સાઈટસ  અને રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ નંબર-૭ની વોર્ડ ઓફિસની મુલાકાત પણ લીધી હતી.

  કે.કે.વી. ચોક ખાતે ફ્લાયઓવર બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. મ્યુનિ. કમિશનરએ આ સાઈટની મુલાકાત હતી. બ્રિજની કામગીરી ક્યા તબક્કે પહોંચી છે તેની માહિતી મેળવી આ બ્રિજનું કાર્ય ઝડપથી પુરી કરી શકાય એ માટે રાઉન્ડ ધ ક્લોક કામગીરી ચાલુ રાખવા સંબંધિત અધિકારીને સૂચના આપી હતી. ત્યારબાદ તેમણે કાલાવડ રોડ પર જડુસ ચોક ખાતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બની રહેલા ફ્લાયઓવર બ્રિજનાં સ્થળની વિઝિટ કરી હતી અને વિના વિલંબે કામ પૂર્ણ કરવા સૂચના આપી હતી.

  બ્રિજ સાઈટ્સની મુલાકાતની સાથોસાથ કમિશનરએ વોર્ડ નંબર-માં એસ્ટ્રોન ચોક ખાતે સ્થિત વોર્ડ ઓફિસની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન તેમણે વોર્ડ ઓફિસમાં નાગરિકોને કઈકઈ સેવાઓ આપવામાં આવી રહી છે તેની માહિતી મેળવી હતી. આ ઉપરાંત તેમણે વોર્ડ ઓફિસમાં કામ કરી રહેલા સ્ટાફ વિશે અને રેકોર્ડ કીપિંગ અંગે પણ માહિતી પ્રાપ્ત કરી હતી. વોર્ડ ઓફિસેથી ટેક્સ સંબંધિત મહત્વપૂર્ણ કામગીરી પણ કરવામાં આવી રહી છે. કમિશનરએ ટેક્સનાં માળખા સહિતની ઝીણવટભરી માહિતી મેળવી હતી, અને વોર્ડ ઓફિસેથી નાગરિકોને મળી રહેલી ઓનલાઈન અને ઓફલાઈન સેવાઓ અંગેની વર્ગીકૃત માહિતી પણ માંગી હતી.  

આ વિઝિટ દરમ્યાન મ્યુનિ. કમિશનર સાથે નાયબ મ્યુનિ. કમિશનરઓ એ. આર. સિંહ અને ચેતન નંદાણી, એડિશનલ સિટી એન્જિનિયર એચ. યુ. દોઢિયા અને એચ. એમ. કોટક, ટી.પી.ઓ. એમ. ડી. સાગઠીયા, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, પી.એ. (ટેક.) ટુ કમિશનર રસિક રૈયાણી, નાયબ પર્યાવરણ ઈજનેરઓ દિગ્વિજયસિંહ તુવર અને વલ્લભભાઈ જીંજાળા, અને એજન્સીના પ્રતિનિધિઓ તેમજ વોર્ડ ઓફિસની મુલાકાત વખતે આસિસ્ટન્ટ કમિશનર એચ. કે. કગથરા, વોર્ડ નંબર-૭ના વોર્ડ એન્જિનિયર વી. પી. પટેલીયા, વોર્ડ ઓફિસર સિધ્ધાર્થ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.