ગોંડલ તાલુકાના વાસાવડ ગામના લોકોની સુખાકારી ગોંડલ તાલુકાના યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જયરાજસિંહ જાડેજા (ગણેશભાઈ)ની આગેવાનીમાં લોકોની સુખાકારી માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઈ ચેકઅપ, મોતિયા,વેલ,ગ્લુકોમા જેવી બીમારીઓની જાણકારી તથા નિદાન ગોંડલના પ્રખ્યાત ડોકટરો દ્વારા ફ્રિ માં કરવામાં આવશે તથા સર્ટિફાઇડ ઓપ્ટોમ (આઇ ઓપ્ટિકસ) દ્વારા સેવા પૂરીપાડવામાં આવીહતી.

સાથોસાથ વાસાવડ ગામે ૧૦૦૦ વૃક્ષોનું વાવેતર કરી લોકોને હરિયાળી ક્રાંતિ અંગે જાગૃત કરાયા હતા.આ ઉપરાંત ગામ લોકોમાં જેને જરૂરિયાત હોય તમામના આધાર કાર્ડ તથા પાનકાર્ડ અંગે યોગ્ય માર્ગદર્શન આપી કાઢી આપવામાં આવ્યા હતા.જે કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમમાં ગોંડલ ભાજપના તાલુકા પંચાયતના સદસ્ય હરિચન્દ્રસિંહ ઝાલા, તાલુકા પી.એસ.આઇ મહાવીરસિંહ પરમારસાહેબ તથા વાસાવડ સરપંચ બકુલભાઈ જયસ્વાલની સાથે વાસાવડ ગામ ના આગેવાનો,ગ્રામજનો હાજર રહ્યા હતા.
