અમદાવાદ એન્ટી વાઈરસ કાપડ, 4 દિવસમાં 500 મીટરનો ઓર્ડર બુક થયો

0
298

30 વોશ સુધી ફેબ્રિક એન્ટી વાયરલ રહે છે, દવાની ગંધ પણ આવતી નથી

અમદાવાદ કોરોનાને પગલે વાયરસથી સેફ્ટિ એ હવે દરેક વ્યક્તિ માટે પ્રાથમિક વાત બની છે. ત્યારે માસ્ક અને સેનેટાઇઝર સહિતની વસ્તુઓ પણ પ્રાથમિક બની છે. જો કે હવે કોરોનાને દૂર રાખતા કપડાં પણ બજારમાં આવ્યા છે. આ કપડાં ટૂંક જ સમયમાં મોટાભાગના લોકો પહેરતાં થશે. કપડાં આવ્યાના 4 જ દિવસમાં 500 મિટર કાપડનો ઓર્ડર બુક થઇ ગયો છે.

આ કપડાં જે ફેબ્રિકમાંથી બને છે તે એન્ટિ વાયરસ ફેબ્રિક છે. જેને વિશેષ ટેક્નોલોજી દ્વારા ઘડવામાં આવ્યું છે. આ કાપડમાંથી કપડાં બનાવવા મોટી ટેક્સ્ટાઇલ કંપનીઓ પણ માર્કેટમાં આવી છે અને મોટેપાયે તેનું મેન્યૂફેક્ચરીંગ પણ શરૂ થયું છે. લોકો સુરક્ષિત રહે તે માટે એન્ટી વાઈરસ ફેબ્રિક બનાવવામાં આવ્યું છે. કોરોના સાથે જીવવાની આદત પાડવા સાથે પણ ઉત્સવપ્રેમી ગુજરાતીઓ ઉજવણી કરી શકે તે વાતને ધ્યાનમાં રાખી આ ફેબ્રિક બન્યું છે. જેનું લેબોરેટરી ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું છે. જેના રિપોર્ટ પ્રમાણે તે ૧૦૦ ટકા એન્ટી વાઈરસ ફેબ્રિક છે. શહેરના ડિઝાઈનર્સ પણ આ ફેબ્રિકમાંથી આઉટફિટ્સ બનાવવાની શરૂઆત કરી ચૂક્યાં છે.

એન્ટિ વાયરસ ફેબ્રિક આ રીતે તૈયાર થાય છે
કોટન ફેબ્રિક તૈયાર કરવામાં આવે ત્યારે રૂ માં એન્ટી વાઈરસ કે એન્ટી બેકટીરિયલ દવા ઉમેરવામાં આવે છે. ત્યારબાદ વણાટકામ કરવામાં આવે છે અને ત્યારબાદ તેમાં વિવિધ રંગો ઉમેરી વૈવિધ્ય લાવવામાં આવે છે. જ્યારે ત્યારબાદ તે કાપડ પર પ્રિન્ટ મેકિંગ પણ કરવામાં આવે છે.

કલરના વિકલ્પ વધુ, કિંમત ઓછી
મટિરિયલનું માર્કેટ ધરાવતા સેટેલાઇટ રોડ પરના જીગ્નેશ પ્રજાપતિએ જણાવ્યું કે, આ મટિરિયલ મુલાયમ છે. કિંમત સામાન્ય મટિરિયલ કરતાં 10થી 15 રુપિયા વધુ છે. આમાં 50થી 130 જીએસએમનું વણાવટ કામ કરવામાં આવ્યું છે.

ડિઝાઈનર સુમિત ગોહેલે જણાવ્યું હતું કે, આ મટિરિયલમાંથી પહેલા મેં મારા આઉટફિટ બનાવ્યા. ટેસ્ટીંગ અને સર્ટિફિકેટ પણ તપાસ્યાં. હવે કલાયન્ટને સલાહ આપીએ છીએ. આ મટિરિયલ મહિલાઓને પણ ગમશે કારણે તેમની મનગમતી પ્રિન્ટ મળશે. કુર્તા-સરારાનો સેટ પણ તૈયાર થઈ શકે છે.

આ વિશે સુરભિ જીનગરે જણાવ્યું કે, મેં આ મટિરિયલ વિશે ઓનલાઈન વિડિયો જોયો હતો. આ સિવાય જ્યારે હું મટિરિયલ લેવા ગઈ ત્યારે મને તેનું સર્ટિફિકેટ અને ફોટો પણ બતાવવામાં આવ્યો. આમાં કલર સિલેક્શન વધુ મળે છે અને કોસ્ટિંગ પણ ઓછું છે.

સ્ત્રી-પુરુષને ગમે તેવી ડિઝાઇન્સનો વિકલ્પ

  • કોટન સિલ્ક, રેયોન, રેસિયન સિલ્ક, ટસર સિલ્ક તેમજ રોયલ સિલ્કમાં કાપડ મળે છે.
  • ફેસ્ટિવ સિઝનને ધ્યાને રાખી ટસર સિલ્ક અને રોયલ સિલ્કમાં પણ તૈયાર થાય છે.
  • મટિરિયલના ટેસ્ટિંગમાં જણાયું કે ૩૦ વખત મટિરિયલમાંથી બનેલા આઉટફિટને વોશ કરી શકાય છે.
  • આ મટિરિયલમાંથી પુરુષ અને સ્ત્રી બન્નેનાં કપડાં સિવડાવી શકાય છે.
  • આમાં આવતી પ્રિન્ટ લાઈનિંગ અને ફ્લોરલ ડિઝાઈનમાં પણ પ્રાપ્ત થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here