ગુજરાતમાં સિરિયલનું શૂટિંગ પૂરું થયું, સોનુએ સો.મીડિયામાં મસ્તી ધમાલ કરતી તસવીરો શૅર કરી

0
209
  • ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમ હવે મુંબઈ પરત ફરી છે

કોરોનાને કારણે છેલ્લાં બે મહિનાથી મહારાષ્ટ્રમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. આ જ કારણે ટીવી સિરિયલ તથા ફિલ્મના શૂટિંગ બંધ હતા. સિરિયલ્સના મેકર્સ મહારાષ્ટ્ર બહાર જઈને શૂટિંગ કરતા હતા. ‘તારક મહેતા..’ના મેકર્સે ગુજરાતના વાપીના મીરાસોલ રિસોર્ટમાં શૂટિંગ કર્યું હતું. સિરિયલના ટ્રેક પ્રમાણે પત્રકાર પોપટલાલ ‘કાલા કૌઆ’ મિશન પર હતા, જેમાં કોરોનાની દવાઓની કાળા બજારી કરતાં લોકોનો પર્દાફાશ કર્યો હતો.

સોનુએ સો.મીડિયામાં રિસોર્ટની તસવીરો શૅર કરી
હાલમાં જ સોનુનું પાત્ર ભજવતી પલક સિધવાણીએ સો.મીડિયામાં બિહાઈન્ડ ધ સીન્સ તસવીરો શૅર કરી હતી. આ તસવીરમાં સોનુ સિરિયલના અન્ય કલાકારો સાથે ધમાલ મસ્તી કરતી જોવા મળી હતી.

પલક સિધવાણી, અમિત ભટ્ટ, સુનૈના ફોજદાર, શ્યામ પારેખ

પલક સિધવાણી, અમિત ભટ્ટ, સુનૈના ફોજદાર, શ્યામ પારેખ

અંબિકા રંજનકર, પલક તથા મંદાર

અંબિકા રંજનકર, પલક તથા મંદાર

શરદ સાંકલા, સુનૈના, પલક તથા શૈલેષ લોઢા

શરદ સાંકલા, સુનૈના, પલક તથા શૈલેષ લોઢા

કુશ શાહ, પલક, અસિત મોદી

કુશ શાહ, પલક, અસિત મોદી

પલક તથા સમય શાહ

પલક તથા સમય શાહ

કુશ શાહ, પલક તથા સમય શાહ

કુશ શાહ, પલક તથા સમય શાહ

સમય શાહ, અંબિકા, પલક તથા કુશ શાહ

સમય શાહ, અંબિકા, પલક તથા કુશ શાહ

પલક તથા સમય

પલક તથા સમય

સમય, પલક, સુનૈના તથા અંબિકા

સમય, પલક, સુનૈના તથા અંબિકા

તસવીરમાં કોણ કોણ છે?
તસવીરમાં સમય શાહ (ગોગી), કુશ શાહ (ગોલી), દિલીપ જોષી (જેઠાલાલ), અમિત ભટ્ટ (ચંપકચાચા), સુનૈના ફોજદાર (અંજલિભાભી), શૈલેષ લોઢા (તારક મહેતા), મંદાર ચાંદવાડકર (ભીડે માસ્ટર) તથા શ્યામ પાઠક (પત્રકાર પોપટલાલ), અબ્દુલ (શરદ સાંકલા), કોમલભાભી (અંબિકા રંજનકર) જોવા મળે છે.

હાલમાં ટીમ મુંબઈમાં છે
‘તારક મહેતા..’ની ટીમે ગુજરાતમાં શૂટિંગ પૂરું કરી લીધું છે. ટીમ મુંબઈ પરત આવી ગઈ છે. સિરિયલ ટ્રેક પ્રમાણે, હાલમાં ગોકુલધામના સભ્યો પત્રકાર પોપટલાલનું મિશન સફળ જતાં જીતની ઉજવણી કરવા માટે રિસોર્ટ ગયા છે.

2019માં પલક સિધવાણી સિરિયલ સાથે જોડાઈ
પલક પહેલાં નિધિ ભાનુશાલીએ સોનુનું પાત્ર ભજવ્યું હતું. નિધિએ અભ્યાસ માટે સિરિયલ છોડવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ ઓડિશન કરવામાં આવ્યા હતા અને તેમાંથી પલકની પસંદગી કરવામાં આવી હતી. પલકે થોડા મહિના પહેલાં જ પોતાના પરિવાર માટે ઘર તથા કાર ખરીદી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here