વિસાવદરમાં આપના ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી પર હુમલો, પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ 5 થી 7 વાહનોમાં તોડફોડ

0
1459

વિસાવદરના લેરિયા ગામમાં આપના નેતાઓ પર હુમલો

  • પથ્થરમારામાં બે લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા

જૂનાગઢના વિસાવદર તાલુકાના લેરિયા ગામમાં આવેલા આપના ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી પર હુમલાની ઘટના બની છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે અજાણ્યા શખ્સોએ ઈસુદાન ગઢવી અને મહેશ સવાણીની ગાડી સહિત પાંચથી સાત ગાડીઓમાં તોડફોડ કરતા બે લોકો ઈજાગ્રસ્ત થયાનું જાણવા મળ્યું છે.

અજાણ્યા શખ્સોએ કાળા વાવટા ફરકાવી વાહનોમાં તોડફોડ કરી

અજાણ્યા શખ્સોએ કાળા વાવટા ફરકાવી વાહનોમાં તોડફોડ કરી

વિસાવદર તાલુકાના લેરિયા ગામમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા સભાનું આયોજન કરાયું હતું. સભા સંબોધવા માટે આપના નેતા ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી લેરિયા ગામ પહોંચ્ય હતા. આ સમયે અજાણ્યા શખ્સો દ્વારા ઈસુદાન અને મહેશ સવાણીની ગાડીના કાચ તોડ્યા હતા.ગાડી પર પથ્થરમારો કરતા કુલ પાંચથી સાત ગાડીઓમાં નુકસાન થયું છે તો બે લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામા આવ્યા છે.

પાંચથી સાત કારના કાચ તોડી નાખ્યા

પાંચથી સાત કારના કાચ તોડી નાખ્યા

પોલીસની હાજરીમાં હુમલાનો બનાવ
લેરિયા ગામમાં આજે આપની સભા હોય પોલીસ બંદોબસ્ત હતો. પોલીસની હાજરીમાં જ આપના નેતા ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી પર હુમલાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. હુમલાની ઘટનાના પગલે હાલ લેરિયા ગામનો કાર્યક્રમ મોકુફ રાખવામા આવ્યો છે.