ભરૂચ સેવાશ્રમથી શક્તિનાથ તરફના રોડ પર પશુઓનો જમાવડો થતાં લોકોને હાલાકીની સામનો કરવો પડી રહ્યો છે. નોંધનિય છે કે, ભરૂચ શહેરમાં ગાય તેમજ આખલાઓએ લોકોને ભેંટીએ લેવાના કિસ્સાઓ ભુતકાળમાં બન્યાં છે. જેના પગલે પાલિકાએ ઢોરોને પકડવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જોકે થોડા દિવસ ઢોરોને પકડવાની કામગીરી ચાલ્યાં બાદ પુન: જૈસૈ થેની સ્થિતી સર્જાઇ છે. તો પાલિકા દ્વારા પશુઓને પકડવાની કામગીરી હાથ ધરાય તેવી માંગ ઉઠી છે.