રાધે કાઠીયાવાળી હોટલ પાછળના કારખાનામાંથી ઈગ્લિશ દારૂ જથ્થા સાથે 4 ઈસ્મોને ઝડપી પાડતી પડધરી પોલીસ
રાજકોટ: શહેરમાં દારૂનું દુષણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે પોલીસ દ્વારા તરઘડી રાધે કાઠીયાવાળી હોટલ પાછળ કારખાના વિસ્તારમાં દારૂના મોટા જથ્થા સાથે 4 આરોપીની ધરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધ્યક્ષ બલરામ મીણાની સૂચના મુજબ પો.અધિ.ગોંડલ પી.એ ઝાલા, પો.ઈન્સ. એચ.જી પલ્લાચાર્યના માર્ગદર્શન હેઠળ દારૂ તથા જુગારની નેસ્તનાબુદ કરવા માટે પો.સબ.ઇન્સ.એમ.જે.પરમાર તથા પડધરી સ્ટેશનના સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી રાધે કાઠીયાવાળી હોટલ પાછળ કારખાના વિસ્તારમાં આરોપી કમલેશકુમાર કારખાનામાં ઇગ્લિશ દારૂનો જથ્થો વેચાણ માટે સગ્રહ કરતો હતો. બાતમીના આધારે પોલીસે કારખાનામાં રેડ પાડતા ચાર ઈસ્મો પ્પપુભાઈ રમેશ્વરભાઈ ગુર્જર, ખજુરામ પ્રસાદભાઈ ગુર્જર, મુકેશ કુમાર માલારામ ગુર્જર, રાજેન્દ્રપ્રસાદ રામેશ્વરલાલ ગુર્જરને કુલ બોટલ નંગ 1641 કિ.રૂપિયા 58,47,75 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
અહેવાલ:- સતીષ વડગામા ,પડધરી