રાજકોટમાં યુપીના શખ્સને સગીરા સાથે લગ્ન કરવા’તા, 18 વર્ષમાં 3 મહિના બાકી હોવાથી હોટેલમાં ગોંધી રાખી, મદદ કરતા કેશોદના શખ્સની ધરપકડ

0
410

હોટલમાં કૂટણખાનામાં રૂપલલનાના દલાલ અને સગીરા દુષ્કર્મ કેસના આરોપીને મદદ કરનાર કેશોદના શખ્સની ધરપકડ.

  • હોટલમાં બે મહિના સુધી ગોંધી રાખી અનેકવાર દુષ્કર્મ આચર્યું
  • સંતોષ હોટલને દર મહિને 27 હજાર રૂપિયા ભાડુ ચુકવતો હતો

રાજકોટની સદર બજાર નજીક આવેલી હોટલ પાર્ક ઈનમાંથી ઝડપાયેલા બહુચર્ચિત સેક્સ રેકેટમાં ધરપકડ કરાયેલા રૂપલલનાઓનો દલાલ મૂળ કેશોદનો પ્રભુદાસ હોવાનું ખુલ્યું છે. હાલ રાજકોટના ગોંડલ રોડ પર રહેતા પ્રભુદાસ ઉર્ફે દાસ ચંદુલાલ કક્કડની મહિલા પોલીસે ધરપકડ કરી છે. હોટલ પાર્ક ઈનમાં ગોંધી રખાયેલી અને હવસનો શિકાર બનાવાયેલી સગીરાના કેસમાં મુખ્ય આરોપી મૂળ યુ.પી.નો સંતોષ કુશવાહને પ્રભુદાસે મદદગારી કરી હતી. આથી મહિલા પોલીસે પ્રભુદાસની ધરપકડ કરી છે. સંતોષ કશવાહે સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવા માગતો હતો. પરંતુ સગીરાને 18 વર્ષમાં બે-ત્રણ મહિના બાકી હોવાથી હોટલમાં ગોંધી રાખી હતી. સંતોષ મહિને હોટલને 27 હજાર ભાડુ ચૂકવતો હતો.

સંતોષ તેના મકાનમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો હતો
મૂળ અલીગઢનો અને રાજકોટમાં કારખાનું ધરાવતો સંતોષ તેના મકાનમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો હતો. તે પુત્રીની ઉંમરની આ તરૂણી સાથે બીજા લગ્ન કરવા માંગતો હતો. પરંતુ તરૂણીની ઉંમરને 18 વર્ષ આડે બે ત્રણ મહિના બાકી હોવાથી ત્યાં સુધી તેને હોટલ પાર્કઈનમાં રાખી હતી. જેનું દર મહિને તે રૂપિયા 27 હજાર ભાડું ચૂકવતો હતો. આરોપીના રીમાન્ડ દરમિયાન મહિલા પોલીસે પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે, તરૂણીને ભગાડવામાં આરોપી પ્રભુદાસે તેને મદદગારી કરી હતી. તરૂણીને ઘરેથી ભાગવા માટે તેણે જ રિક્ષાની વ્યવસ્થા કરી આપી હતી. આ ઉપરાંત તેને હોટલ પાર્કઈનમાં રહેવા માટે રૂમની પણ વ્યવસ્થા તેણે જ કરી આપી હતી.

હોટલમાં સંતોષ રૂપલલના પાસે જતો હોવાથી પ્રભુદાસના સંપર્કમાં આવ્યો
આરોપી પ્રભુદાસની આ ભુમિકા ધ્યાને લઈ મદદગારીના ગુનામાં પોલીસે તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી સંતોષ અવાર-નવાર હોટલ પાર્ક ઈનમાં રૂપલલનાઓ પાસે જતો હતો જેથી તે દલાલ પ્રભુદાસના સંપર્કમાં આવ્યો હતો.

પોલીસે હોટલ મેનેજરની ધરપકડ કરી હતી.

પોલીસે હોટલ મેનેજરની ધરપકડ કરી હતી.

સગીરાની સાથોસાથ હોટલમાંથી કૂટણખાનુ પણ ઝડપાયું હતું
હોટેલ પાર્ક ઇનમાંથી મહિલા પોલીસે કુટણખાનું ઝડપી પાડી દેહવ્યાપારનો ધંધો કરાવતી વડોદરાની મહિલા, હોટલ મેનેજર અને રાજકોટના પુરુષની ધરપકડ કરી હતી. આ હોટેલમાંથી 14 દિવસ પહેલા દરોડા દરમિયાન મળી આવેલી સગીરાનું 6 દિવસ સુધી કાઉન્સેલિંગ કર્યા બાદ અને પરિવારને મળ્યા બાદ ચોંકાવનારી હકીકત સામે આવી હતી. જેમાં હોટેલના રૂમમાં જ બે મહિના સુધી યુપીના સંતોષકુમાર કુશવાહે સગીરાને ગોંધી રાખી વારંવાર દુષ્કર્મ આચરી હવસનો શિકાર બનાવી હતી. આથી યુપીના અલીગઢનાં સંતોષકુમાર કુશવાહ સામે બળાત્કાર, અપહરણ, પોક્સો સહિતની કલમો હેઠળ મહિલા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

સગીરાની માતાએ સંતોષ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી
પોલીસે દરોડાના 48 કલાક બાદ હોટેલમાંથી દારૂ મળી આવ્યાનો ખુલાસો કર્યો હતો અને તે અંગે હોટેલ મેનેજર અને દારૂની બોટલ લાવનાર એક પત્રકાર સામે ગુનો નોંધાયો હતો. બીજી તરફ દરોડાનાં દિવસથી જ સગીરાનું કાઉન્સેલિંગ ચાલુ હતું. બીજા જ દિવસે મેડિકલ ચેકઅપ થઈ ગયું હતું. અને ત્રીજા કે ચોથા દિવસે સગીરાનો પરિવાર પણ મળી આવ્યો હતો. તે સમયે પોલીસે દાવો કર્યો હતો કે સગીરાનો પરિવાર કોઈ ફરિયાદ કરવા માગતો નથી. કારણ કે તેના મૂળ વતનનો રહેવાસી સંતોષકુમાર હરિસિંહ કુશવાહને સગીરા સાથે પ્રેમસંબંધ હોય જેથી સગીરાને હોટેલમાં રાખી હતી. જોકે દરોડાનાં 6 દિવસ બાદ ગત સાંજે મહિલા પોલીસ મથકે સગીરાની માતાએ સંતોષ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. સગીરાની માતાના જણાવ્યા મુજબ તેમના બે પુત્રો છેલ્લા કેટલાંક સમયથી રાજકોટમાં રહી મજૂરી કામ કરે છે.

હોટલમાંથી કૂટણખાનું પણ ઝડપાયું હતું.

હોટલમાંથી કૂટણખાનું પણ ઝડપાયું હતું.

શું હતો સમગ્ર મામલો
14 દિવસ પહેલા રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ અને મુંબઇમાં NGO ચલાવતા 3થી 4 લોકો સાથે મળી મહિલા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. રાજકોટના સદર બજાર વિસ્તાર નજીક આવેલી હોટલ પાર્ક ઇનમાં સંતોષ નામનો વ્યક્તિ સગીર વયની બાળકીને લાવી રૂમમાં રાખી છે જેને મુક્ત કરવા જાણ કરી હતી. બાદમાં પંચો તેમજ સમાજ સુરક્ષા વિભાગને સાથે રાખી પોલીસ ટીમ સાંજના સમયે હોટલ પાર્ક ઇન પહોંચી હતી. જ્યાં હોટલના મેનેજર મેહુલને મળી બાદમાં હોટલની તલાસી લેવામાં આવી હતી.

પોલીસે રેડ કરતા કૂટણખાનું પણ મળી આવ્યું
જેમાં પોલીસને રૂમ નંબર 102માંથી બે સ્ત્રી મળી આવી હતી. જેની પૂછપરછ કરતા દેહવ્યાપારનો ધંધો કરતા હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે તપાસ કરતા સગીરા પણ મળી આવી હતી અને આ સાથે કુટણખાનું પણ ઝડપાયું હતું. જેમાં વડોદરાની મહિલા અને રાજકોટનો શખ્સ ગ્રાહક પાસેથી 2 હજાર પડાવી દેહવ્યાપાર કરતી યુવતીને 500 રૂપિયા આપતા હતા.