ગોંડલ તાલુકાના વેકરી ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા બાબુ પાંચાભાઇ લીલા, સંદીપ બાબુભાઈ લીલા, રાજુ છગનભાઈ રાંક, સંજય કરસનભાઈ રાંક, રેનીશ કરસનભાઈ સોરઠીયા, અંકિત હસમુખભાઈ વોરા તેમજ ધર્મેશ સુરેશભાઈ ટિંબડિયા ને રોકડા ૧૪૮૦૦ સાથે પકડી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી