રાજકોટમાં ધો.8ની વિદ્યાર્થિનીની બહેનપણીના ભાઈએ લગ્નની લાલચમાં બેવાર દુષ્કર્મ આચર્યું, હવસ સંતોષાતાં કહ્યું- તું તારા રસ્તે, હું મારા રસ્તે

0
382

તસવીર પ્રતીકાત્મક છે.

  • સગીરા સાથે હવસ સંતોષ્યા બાદ સંપર્ક તોડી નાખ્યો અને બાદમાં લગ્ન કરવા સુરત બોલાવી
  • આરોપીએ કહ્યું- હવે તારે ને મારે કંઈ નહીં, ભોગ બનનાર સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી

રાજકોટમાં ઘોર કળિયુગની યાદ અપાવતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ધો.8ની વિદ્યાર્થિનીની બહેનપણીના ભાઈએ જ નજર બગાડી હતી. વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપી બેવાર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં હવસ સંતાષાતાં આરોપીએ વિદ્યાર્થિનીને કહી દીધું કે હવે તારે અને મારે કઈ નહીં, તું તારા રસ્તે અને હું મારા રસ્તે, આથી વિદ્યાર્થિનીએ પરિવારજનોને જાણ કરતાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

લગ્ન કરવા સગીરાને સુરત બોલાવી હતી
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટમાં ધો.8માં ભણતી વિદ્યાર્થિની પર બહેનપણીના ભાઇએ લગ્નની લાલચ આપી બેવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે લગ્ન કરવા સગીરાને શખસે સુરત બોલાવ્યા બાદ કહ્યું કે હવે તારે અને મારે કઈ નહીં, આથી યુવતી તેના સંબંધીના ઘરે ગયા બાદ ત્યાંથી રાજકોટ પરત ફરી હતી. બાદમાં રાજકોટ આવી માતાને હકીકત જણાવતાં બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બળાત્કાર, પોક્સો, હેઠળ ગુનો નોંધી તપાસ મહિલા પોલીસ મથકને સોંપવામાં આવી છે.

તસવીર પ્રતીકાત્મક છે.

તસવીર પ્રતીકાત્મક છે.

પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો
રાજકોટમાં રહેતી અને સગીર વયની ધો.8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની બહેનપણીના ભાઇ અને સુરત રહેતા શેખર સુરતભાઇ આહુજાએ લગ્નની લાલચ આપી હતી. બાદમાં બેવાર દુષ્કર્મ ગુજારનાર શેખર સામે ફરિયાદ નોંધાવતાં બી-ડિવિઝન પોલીસે કલમ 376 તથા પોક્સો એક્ટ કલમ 3,4 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. સગીરાની માતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે સગીરવયની પુત્રી હાલ ધો.8માં અભ્યાસ કરે છે. તેની એક બહેનપણી રાજકોટમાં રહે છે, જે ઘરે આવતી-જતી રહે છે.

શેખર સાથે સગીરાને લગ્નપ્રસંગમાં પરિચય થયો હતો
તેમણે ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે મારી દીકરીની બહેનપણીના ઘરે કોઈ પ્રસંગ હોવાથી સુરત રહેતો તેનો કૌટુંબિક ભાઇ શેખર રાજકોટ આવ્યો હતો, આથી શેખર સાથે મારી પુત્રીને પરિચય થતાં બંને એકબીજા સાથે ફોન પર વાતચીત કરતાં હતાં. મારી પુત્રીને શેખર સાથે ગયા વર્ષે જૂન-2020માં પરિચય થયો હતો. પુત્રીને શેખરે લગ્નની લાલચ આપ્યા બાદ રાજકોટમાં અલગ-અલગ સ્થળે બે વખત મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું.

માતાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

માતાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

શેખરે સગીરાને સુરત બોલાવી હતી
શેખર રાજકોટથી સુરત ગયા બાદ થોડા દિવસ વાત કર્યા બાદ સંપર્ક તોડી નાખતાં અને પુત્રીને મેસેજમાં જવાબ ન આપતાં એકવાર મારી પુત્રીએ લગ્ન બાબતે પૂછતાં શેખરે જણાવ્યુ હતું કે તું અહીં આવી જા, આપણે સુરત લગ્ન કરી લઇશું, આથી મારી દીકરી પરિવારને કહ્યા વગર જ સુરત પહોંચી ગઇ હતી. ત્યાં સુરતમાં દીકરી શેખરને મળ્યા બાદ થોડા કલાકો સાથે રહ્યા બાદ શેખરે કહ્યું, હવે તું તારા રસ્તે અને હું મારા રસ્તે.

બી ડિવિઝન પોલીસે મહિલા પોલીસને તપાસ સોંપી.

બી ડિવિઝન પોલીસે મહિલા પોલીસને તપાસ સોંપી.

નિરાશ થઈ સગીરા કૌટુંબિકના ઘરે જતી રહી
આથી સગીરા નિરાશ થઇને તેના કૌટુંબિકના ઘરે જતી રહી હતી. એ સમયે રાજકોટ રહેતા તેમનાં પરિવારજનો સગીરાને શોધતાં હતાં. સગીરા સુરત હોવાનું માલૂમ થયા બાદ રાજકોટ પરત ફરતાં થોડા સમય ઉદાસ રહેતાં માતાએ પૂછતાં સગીર પુત્રીએ તમામ હકીકત જણાવી હતી અને તરત જ બી-ડિવિઝન પોલીસે પહોંચી ગયા હતા. PI ઔસુરા, PSI કોડિયાતર અને મહિલા પોલીસ કર્મચારીને સાથે રાખી ફરિયાદ નોંધાવી હતી. સુરતના શેખર આહુજા સામે ફરિયાદ નોંધાવ્યા બાદ તપાસ મહિલા પોલીસ મથકને સોંપવામાં આવતાં PSI લાઠિયા તપાસ ચલાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here