અમદાવાદ કોરોના સંકટ વચ્ચે સારા સમાચાર! મર્યાદિત ભક્તો સાથે નીકળી શકે છે રથયાત્રા

0
280

હાલ રથયાત્રા અંગે કોઇ ચોક્કસ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રથયાત્રા નિયમો સાથે અને મર્યાદિત લોકો સાથે યોજાઇ શકે છે.

અમદાવાદ રાજ્ય (Gujarat) સહિત શહેરમાં (Ahmedabad) પણ કોરોનાની બીજી લહેર (corona second wave) મહદ અંશે શાંત પડતા 12મી જુલાઇનાં (12 July Rathyatra) રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતીની સમિક્ષા કરીને અષાઢી બીજના (Ashadhi Bij) દિવસે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી (Jagannath Mandir, Jamalpur) નીકળતી રથયાત્રા માટે લીલીઝંડી આપવામાં આવી છે તેવી વાતો સામે આવી રહી છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની રથયાત્રા ચાલુ વર્ષે પણ આગામી તારીખ 12મી જુલાઈને અષાઢી બીજના દિવસે મર્યાદિત સંખ્યામાં કાઢવા માટે સરકારે પ્લાન એ અને બી ઘડી દીધો છે. જોકે, આ અંગેની કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.