બોગસ દસ્તાવેજાેના આધારે કચ્છમાં ર૦ કરોડની સરકારી જમીન વેચનારાઓ વિરૂધ્ધ સીઆઈડી તપાસનો હુકમ

0
90

મુંબઈ : કચ્છમાં ટુંક સમયમાં કરોડો રૂપિયા જાે કમાવવા હોય તો કચ્છ જિલ્લામાં આવેલ મોટા ભાડરા ગામે લગભગ ર૦૦૦ એકર સરકારી પડતર જમીનના બોગસ દસ્તાવેજાે બનાવી અને એ બોગસ દસ્તાવેજાે ના આધારે મૂળ કચ્છ ગામ ગાંધીધામના શાંતિલાલ પટેલ અને એમના સગાવાલાઓ પાસેથી રૂા.ર૦ કરોડ ખંખેરી લેનાર પ્રવિણ લોડાયા અને પ્રતાપ ઠક્કર વિરૂધ્ધ ફૌજદારી દાખલ કરવામાં આવેલ એવી ફરિયાદી શાંતિલાલ પટેલે ગુજરાત રાજ્યના સીઆઈડી ખાતાના અધિક પોલીસ મહાનિર્દેશક ટીએસ બીસ્ટ પાસે કરતા અને કરેલ ફરિયાદો સાથેના આધાર તથા પુરાવાઓને ચકાસ્યા બાદ આ સમગ્ર બોગસ દસ્તાવેજના આધારે વેચવામાં આવેલ સરકારી પડતર જમીન મામલે તપાસ કરવામાં આવેલ એવો લેખિત હુકમ સીઆઈડીએ આપતા કચ્છમાં હાહાકાર મચી ગયેલ છે. કારણ આ મામલે પૂરે પૂરી તપાસ કરવામાં આવે એવી અરજી પણ કચ્છ લડાયક મંચે સીઆઈડીને મોકલેલ છે એમ મંચના પ્રમુખ રમેશભાઈ જાેશીએ જણાવેલ છે.

આ અંગેની સવિસ્તર માહિતી આપતા જાેશીએ એમ જણાવેલ છે કે, કચ્છમાં ખેતીની જમીન જાે સસ્તી મળતી હોય તો તેવી જમીન અમોને ખેતી કરવા માટે વેચાતી લેવી છે માટે કચ્છમાં કોઈપણ તાલુકામાં જાે સસ્તા ભાવે જમીન મળતી હોય તો અમને કહેજાે એમ ફરિયાદી શાંતિલાલ પટેલના સુરત ખાતે રહેતા સગાવાલાઓએ ફરિયાદીને કહેલ હતું. માટે મૂળ અબડાસા કચ્છના વતની પણ હાલે મુંબઈના બિલ્ડર પ્રવિણ હંસરાજ લોડાયા કચ્છમાં જમીન લે વેચણો ધંધો પણ કરે છે. માટે લોડાયા પાસે કચ્છમાં વેચાતી લેવા લાયક જાે કોઈપણ જમીન હશે તો હું આપને કહીશ એમ ફરિયાદીએ પોતાની સુરતમાં રહેનાર દિકરી મયૂરી સોનેતાને અને જમાઈ સંજય સોનેતાને જણાવેલ હતું.

બોગસ દસ્તાવેજાેના આધારે ફરિયાદીને લખપત તાલુકાના મોટા ભાડરા ગામે આવેલ રૂા.ર૦ કરોડની સરકારી પડતર જમીન વેચાતી દેણારે કચ્છના વતની પ્રતાપ ઠક્કરની ઓળખાણ પોતાના ભાગીદાર તરીકે બતાવીને એની નામે કરવામાં આવેલ પાવર નામું બતાવી એક એકરના રૂા.૧ લાખના હિસાબે મોટા ભાડરાની ર૦૦૦ સરકારી પડતર જમીન રૂા.ર૦ કરોડમાં વેચાતી અપાઈ હતી. પૈકી જમીન લે વેચનો ધંધો કરનાર પ્રવિણ લોડાયા અને પ્રતાપ ઠક્કરે ફરિયાદી શાંતિલાલ નાનજી પટેલ અને એમના સગાવાલાઓ પાસેથી જમીન વેચાણના ટોકન રૂપે સૌપ્રથમ રૂા.ર કરોડ અને ત્યારબાદ રૂા.૧૮ કરોડ એમ કુલ રૂપિયા ર૦ કરોડ લઈ લીધેલ હતા.

આ અંગેની રકમ રૂા.ર૦ કરોડ લીધા બાદ પણ મોટા ભાડરાની લગભગ ર૦૦૦ એકર જમીન કચ્છના સરકારી કચેરીએ પોતાના નામે ન થતા અને આ દસ્તાવેજાે જે જમીનના બારામાં બનાવી આપવામાં આવેલ છે એ દસ્તાવેજાે હેઠળ આવતી જમીન ખરેખર વેચવાના અધિકારો પ્રવિણ લોડાયા અને પ્રતાપ ઠક્કરને હતા કે કેમ ? એ અંગેની ફરિયાદી શાંતિલાલ નાનજી પટેલે કચ્છના મહેસુલી તંત્રની કચેરીએ કરતા તેઓને એવી માહિતી આપવામાં આવેલ હતી કે, પાવરનામા ના આધારે તમોને મોટા ભાડરાની જે જમીન ર૦૦૦ એકર વેચવામાં આવેલ છે, એ જમીનના તમામે તમામ દસ્તાવેજાે બોગસ છે.

અબડાસા અને લખપત તાલુકામાં આવેલ મામલતદારની કચેરીએ ફરિયાદીએ અને એમના સગાવાલાઓએ ર૦૦૦ એકર જમીનના બારામાં તપાસ કરતા મામલતદારની કચેરીએ પણ એ ફરિયાદીઓને એમ જણાવેલ કે, પ્રવિણ લોડાયા અને પ્રતાપ ઠક્કરે તમોને જે પાવરનામાના આધારે રૂ.ર૦ કરોડની જમીન વેચેલ છે એ પાવરનામામાં ઉલ્લેખ જમીન સરકારની માલિકીની પડતર જમીન છે અને પડતર જમીન વેચવાના અધિકારોએ બન્નેને ન હોવાને કારણે આપની પાસેથી રૂા.ર૦ કરોડ જેટલી માતબર રકમ ખંખેરી લેવા માટે આપની સાથે છેતરપીંડી કરવામાં આવેલ છે. માટે આપે પોલીસ ફરિયાદ કરવી જાેઈએ.

જેથી બોગસ દસ્તાવેજાેના આધારે અને બોગસ પાવરનામાના આધારે ફરિયાદી શાંતિલાલ પટેલને અને એમના સગાવાલાઓને રૂા.ર૦ કરોડની સરકારી પડતર જમીન વેચનાર મૂળ કચ્છના પણ હાલે મુંબઈ રહેનાર બિલ્ડર પ્રવીણ હંસરાજ લોડાયા અને મૂળ કચ્છ ગામ સુરજપરના પ્રતાપ ઠક્કર વિરૂધ્ધ ગુજરાત સીઆઈડીના અધિક પોલીસ મહાનિર્દેશકે તા.ર૮-૬-ર૧ના રોજ તપાસના હુકમો આપેલ છે આપેલ હુકમો મુજબ સીઆઈડી ક્રાઈમના નાયબ પોલીસ અધિક્ષક એ.એ. સૈયદને તપાસ સોંપાઈ છે (એ.એ. સૈયદડીવાયએસપી આર્થિક ગુના નિવારણ અધિકારીસીઆઈડી ક્રાઈમગાંધીનગરના મોબાઈલ નં. ૯૯રપ૪ ર૩ર૩ર છે.) જેથી ર૦ કરોડનું મસમોટું કૌભાંડ કચ્છમાં થયેલ હોવાને કારણે કચ્છ ગુજરાતમાં હાહાકાર મચી ગયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here