વડાપ્રધાને મોદીએ કહ્યું કોરોનાની સારવાર દરમિયાન ઘણા ડોક્ટર્સે પોતાના જીવનની આહુતી આપી, ડોક્ટર ઈશ્વરનું બીજુ રૂપ

0
159
  • સરકારે ડોક્ટર્સની વિરુદ્ધની હિંસા રોકવા માટે ગત વર્ષે જ કાયદામાં ઘણી કડક જોગવાઈ કરી છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોક્ટર્સ ડેના પ્રસંગે દેશના ડોક્ટર્સને સંબોધિત કર્યા. તેમણે કહ્યું કે કોરોનાકાળમાં દેશના ડોક્ટરોએ લાખો લોકોના જીવ બચાવ્યા છે. ઘણા ડોક્ટરોએ સારવાર દરમિયાન પોતાના જીવનની આહુતી આપી દીધી છે. કોરોના દરમિયાન આપણા ડોક્ટરોએ જે રીતે દેશની સેવા કરી છે, તે એક પ્રેરણા સમાનછે, ડોક્ટરને ઈશ્વરનું બીજુ રૂપ કહેવામાં આવે છે.

સરકારે સ્વાસ્થ્ય સેવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી
ુપીએમ મોદીએ કહ્યું કે અમારી સરકારે સ્વાસ્થ્ય સેવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. જ્યારે દેશ કોવિડની વિરુદ્ધ એક મોટી લડાઈ લડી રહ્યો છે, ડોક્ટરોએ લાખો લોકોના જીવ બચાવ્યા છે, ઘણા ડોક્ટરોએ પોતાના અથાગ પ્રયાસોમાં પોતાનુ બલિદાન પણ આપ્યું છે, હું એ તમામ આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરુ છું.

પોતાની સરકાર તરફથી કરવામાં આવી રહેલા પ્રયત્નો વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગત વર્ષે કોરોનાની પ્રથમ લહેર દરમિયાન અમે સ્વાસ્થ્યના પરંપરાગત ઢાંચામાં સુધારા માટે 15000 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી, આ વર્ષ સ્વાસ્થ્ય સેવા માટે બે લાખ કરોડ રૂપિયાથી વધુના બજેટની ફાળવણી કરવામાં આવી છે. દેશમાં એમ્સની સંખ્યા વધારવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય બજેટ આ વર્ષે બે ગણુ કરવામાં આવ્યું છે.

અગાઉની સરકારો પર સાધ્યું નિશાન
અગાઉની સરકાર પર નિશાન સધતા વડાપ્રધાને કહ્યું કે આટલા દશકામાં જે પ્રકારનું મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રકચર દેશમાં તૈયાર થયું હતુ, તેની સીમાઓ તમે જાણો છે, અગાઉ મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રકચરની કઈ રીતે અવગણના કરવામાં આવી હતી, તેનાથી પણ તમે પરિચિત છો, અમારી સરકારનો ફોક્સ મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રકચર પર છે. આપણે ડોક્ટરોની સેવાના દમ પર સર્વે ભવંતુ સુખ્નિના આપણા સંકલ્પને અવશ્ય પુરા કરી શકીશું.

ડોક્ટરની વિરદ્ધની હિંસા રોકવા માટે કડક કાયદા બનાવો
પીએમએ કહ્યું કે અમારી સરકારે ડોક્ટર્સની વિરુદ્ધની હિંસા રોકવા માટે ગત વર્ષે જ કાયદામાં ઘણી કડક જોગવાઈ કરી. તેની સાથે જ અમે કોવિડ વોરિયર્સ માટે ફ્રી ઈન્શ્યોરન્સ કવર સ્કીમ પણ લઈને આવ્યા છે.

વિકસિત દેશોની સરખામણીમાં ભારતની સ્થિતિ નિયંત્રણમાં રહી
કોરોના દરમિયાન દેશમાં પ્રતિ લાખની વસ્તીએ સંક્રમણ, મૃત્યુ દરને જોવામાં આવે તો ભારતની સ્થિતિ મોટા-મોટા વિકસિત અને સમુદ્ધ દેશોની સરખામણીએ ઘણી નિયંત્રણમાં રહી છે. કોઈનું પણ અચાનક મૃત્યુ થવું તે દુઃખ છે, જોકે ભારતે કોરોના દરમિયાન લાખોનું જીવન બચાવ્યું છે. હું 130 કરોડ દેશવાસીઓ તરફથી તમામ ડોક્ટર્સને ધન્યવાદ આપુ છું, આભાર વ્યક્ત કરુ છું. ડોક્ટરને ઈશ્વરનું બીજુ રૂપ કહેવામાં આવે છે. ઘણીવાર એવું લાગવા લાગે છે કે આપણે પોતાના સંબંધીને ગુમાવી દઈશું, જોકે ડોક્ટર્સ આવા પ્રસંગે દેવદુતની જેમ જીવનની દિશા બદલી નાંખે છે.

ડો.રોયની સ્મૃતિમાં મનાવવામાં આવે છે ડોક્ટર્સ ડે
પીએમ મોદીએ કહ્યું કે ડો. બી સી રોયની સ્મૃતિમાં મનાવવામાં આવનાર આ દિવસ ડોક્ટર્સની આપણી મેડિકલ ફ્રેટર્નિટીના ઉચ્ચતમ આદર્શોનું પ્રતીક છે. ખાસ કરીને છેલ્લા 1.5 વર્ષમાં આપણા ડોક્ટર્સે જે રીતે દેશવાસીઓની સેવા કરી છે, તે એક મિસાલ છે. તેનુ ડોક્યુમેન્ટેશન થવું જોઈએ. ડોક્ટર્સે જે રીતે સારવાર કરી, તેનુ ડોક્યુમેન્ટેશન કરીને સમગ્ર વિશ્વ સમક્ષ રજૂ કરવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here