વડોદરા કોરોના મહામારીને પગલે બકરી ઈદની સાદાઈથી ઉજવણી, મુસ્લિમ બિરાદરોએ ઘરમાં જ નમાઝ અદા કરી

0
297

દર વર્ષે ઇદગાહ મેદાનમાં 20 હજાર મુસ્લિમ બિરાદરો નમાઝ પઢે છે, આજે પરંપરા માટે ગણતરીના બિરાદરોએ નમાઝ પઢી

વડોદરા કોરોનાના કહેરને કારણે તહેવારોની સામૂહિક ઉજવણી પર રાજ્ય સરકાર દ્વારા પાબંદી મુકવામાં આવી છે, ત્યારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા મુસ્લિમ બિરાદરોએ આજે પોતાના ઘરે જ બકરી ઈદની નમાઝ અદા કરી હતી. આ ઉપરાંત વડોદરાનાં ઇદગાહ મેદાનમાં શહેર ખતીફે સામાજિક દુરી રાખીને માસ્ક પહેરીને નમાઝ અદા કરી હતી.

સરકારના આદેશને પગલે મુસ્લિમ બિરાદરોએ ઘરમાં જ નમાઝ અદા કરી
કોરોનાની વૈશ્વિક મહામારીને પગલે ઉદભવેલી પરીસ્થિતિમાં લોકો સમૂહમાં આવવાનું ટાળી રહ્યા છે, ત્યારે આજે બકરી ઈદની ઉજવણી માટે સામુહિક નમાજ અદા કરવાની મુસ્લિમ અગ્રણીઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી. કોરોનાના કહેરને કારણે શહેરના ઇદગાહ મેદાનમાં આજે સવારે બકરી ઇદની ખાસ નમાઝ માત્ર ગણતરીના મુસ્લિમ બિરાદરોએ અદા કરી હતી. 175 વર્ષથી સતત દર વર્ષે ઇદગાહ મેદાનમાં સામૂહિક નમાઝ અદા કરવામાં 20 હજાર જેટલા મુસ્લિમ બિરાદરો એકઠા થાય છે, પરંતુ, આ વર્ષે કોરોનાના કહેરને પગલે સામૂહિક નમાઝ ન કરતા શહેર ખતીફે માત્ર ગણતરીના મુસ્લિમ બિરાદરો સાથે પરંપરા મુજબ નમાઝ અદા કરી હતી. સરકાર દ્વારા મુસ્લિમ બિરાદરોને મહોલ્લાની મસ્જિદમાં માસ્ક પહેરીને સોશિયલ ડિસ્ટન્સ જાળવી સરકારના નીતિ-નિયમોનું પાલન કરીને નમાઝ પઢે એવો અનુરોધ પણ કરાયો હોવાથી વડોદરાના વિવિધ વિસ્તારોમાં ઘરે જ લોકોએ નમાઝ અદા કરી હતી.

શુભેચ્છા માટે ગળે મળવા કે હાથ મિલાવવાની પ્રક્રિયાથી દૂર રહેવાની અપીલ
વડોદરા શહેર ખતીફ સૈયદ અમીરૂલ્લાહ શુકરૂલ્લાહએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીને કારણે શનિવારે બકરી ઇદની ખાસ નમાઝ ઇદગાહ મેદાનમાં જાહેરમાં 2 સમૂહમાં યોજાવામાં આવશે નહીં. દર વર્ષે ઇદની નમાઝ માટે ઇદગાહ મેદાનમાં હજારો મુસ્લિમ બિરાદરો એકઠા થાય છે, પરંતુ, આ વર્ષે કોરોનાની મહામારીને કારણે સાવચેતીના પગલા રૂપે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત સરકારના નીતિ-નિયમોનું પાલન કરીને નમાઝ અદા કરવામાં આવી હતી. ઉપરાંત ઇદની શુભેચ્છા માટે ગળે મળવા કે હાથ મિલાવવાની પ્રક્રિયાથી દૂર રહેવું પણ જરૂરી હોવાનું જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here