મોરબી વાહન પાર્ક કરવા બાબતે ઘાંચી શેરીમાં છરીના ઘા મારી યુવાનની હત્યા કરાઈ, આરોપી ફરાર

0
550

સારવાર મળે તે પહેલા જ યુવકનુ મોત નિપજ્યું

મોરબીના ઘાંચી શેરીમાં રહેતા એક યુવકની બાઈક કરવા મુદે થયેલા સામાન્ય ઝઘડામાં ગત મોડી રાત્રે છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ એ ડિવિઝન પોલીસને થતાં ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

આરોપીને પકડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી
બનાવની મળતી માહિતી મુજબ મોરબીના ઘાંચી શેરી વિસ્તારમાં રહેતા અનિશ રફીક પીલુડિયા નામના 26 વર્ષીય યુવકને ગત રાત્રીનાં તેના જ વિસ્તારમાં બાઈક પાર્ક કરવા મુદે જાબિર સીદીક પીલુડિયા નામના શખ્સ સાથે ઝઘડો થયો હતો. ઝઘડો વધુ ઉગ્ર બનતા જાબીરે અનિષને છરીનાં ઘા ઝીંકી દીધા હતાં. યુવક સ્થળ પર જ ઢળી પડતા યુવકના ભાઈ સાકેલ રફીકભાઈ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. જો કે સારવાર મળે તે પહેલાં અનિશનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. હત્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. પોલીસે મૃતકનના પરિવારજનોના નિવેદન લઈ તપાસ હાથ ધરી છે. આ સાથે આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.