ધ્વજવંદન કાર્યક્રમમાં રાજ્ય અને જિલ્લા કક્ષામાં માત્ર 150 વ્યક્તિ, સ્ટેજ પર માત્ર 5 મહાનુભાવો, કોરોના વોરિયર્સનું સન્માન થશે

0
365
 • તાલુકા કક્ષાએ ધ્વજવંદન કાર્યક્રમમાં 100 લોકોની મર્યાદા નક્કી કરાઈ, મંચ ઉપર 5 સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહેશે
 • કોરોનાની મહામારી વચ્ચે 15મી ઓગસ્ટની ઉજવણી માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ગાઈડલાઈન જાહેર થઈ

ગાંધીનગર 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી અને ધ્વજવંદન કાર્યક્રમ માટે ખાસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જે મુજબ રાજ્ય અને જિલ્લા કક્ષાની ઉજવણીમાં 150 વ્યક્તિ જ રહેશે. જ્યારે મંચ પર માત્ર 5 જ મહાનુભાવો રહેશે, આ પ્રસંગે કોરોના વોરિયર્સનું સમ્માન કરવામાં આવશે. રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતોમાં કોવિડ 19ના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની સૂચના આપવામાં આવી છે, પાંચ મહાનુભાવો બેસી શકે તેવી મંચ વ્યવસ્થા અને ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાનો રહેશે.

રાજય કક્ષાની ઉજવણી અને નિયમો
મુખ્યમંત્રી દ્વારા રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. સવારે 9 કલાકે રાષ્ટ્રગાન વગાડવામાં આવશે, પેરા મિલિટરી ફોર્સ, હોમ ગાર્ડ, એનસીસી, સ્કાઉટ વગેરે સહિત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. મુખ્યમંત્રી દ્વારા ઉદબોધન કરવામાં આવશે, રાષ્ટ્ર ગાન ગાવામાં આવશે કોવિડ-19ની મહામારી ધ્યાને લેતા વધુ સંખ્યામાં લોકો એકત્ર કરવા નહીં. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવા વગેરે ધારાધોરણનું પાલન કરવાનું રહેશે. કોવિડ -19ની મહામારી નિવારવા સેવા આપી હોય તેવા આરોગ્ય કર્મી જેવા કે ડોક્ટર્સ, હેલ્થ વર્કર્સ, સેનિટેશન વર્કર્સ વગેરે સાજા થયેલા વ્યક્તિઓને આમંત્રિત કરવામાં આવશે.

અલગ અલગ કાર્યક્રમો

 • આ દિવસના અન્ય કાર્યક્રમોમાં વૃક્ષારોપણ, આંતર શાળાકીય, આંતર કોલેજ અંતર્ગત ડિઝિટલ માધ્યમથી ચર્ચા
 • ઓનલાઈન ક્વિઝ/ દેશભક્તિ વિષય પર નિબંધ – કવિતા લેખન સ્પર્ધા, અગત્યની યોજનાઓ જાહેર કરવી
 • સોશિયલ મીડિયા પર પસંદગી પામેલ છોકરા/છોકરીઓ દ્વારા દેશભક્તિના ગીતો ગાવા
 • દેશભક્તિ અંગે વક્તવ્ય રજૂ કરવા,
 • સરકારી ઈમારતો પર સજાવટ/રોશની કરવી,
 • થીમ આધારીત વેબિનાર,દેશભક્તિની થીમ આધારિત એનએસએસ અને એનવાયકેએસ દ્વારા ઓનલાઈન કેમ્પેઈન ચલાવવા તથા રાજય તરફથી મંજુરી મળેલ આ પ્રસંગને અનુરૂપ અન્ય પ્રવૃતિઓનું આયોજન કરવું.
 • સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવા અંગે અન્ય નવીન રીતો જેવી કે ડિઝિટલ અને સોશિયલ મીડિયાના માધ્યમથી દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતા અંગેના સંદેશ/ ગીતોનો પ્રયાસ કરવો
 • અગત્યની જાહેર ઈમારતો પર રોશની કરવી/ સાઉન્ડ શો, લોકો દ્વારા પોતાની અગાશી અને બાલ્કની પર રાષ્ટ્રધ્વજ ફરકાવવો, વગેરે જેવી પ્રવૃતિઓ પણ હાથ ધરી શકાય
 • આ અન્વયે લોકો દ્વારા પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજનો ઉપયોગ ન કરવામાં આવે તે અંગેની તકેદારી રાખવાની રહેશે.
 • સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કાર્યક્રમના સ્થળ પર અને સોશિયલ મીડિયાના માધ્યમથી આત્મનિર્ભર ભારતની થીમ આધારીત પ્રવૃતિઓ/ સંદેશનો લોકોમાં યોગ્ય રીતે પ્રસાર અને પ્રચાર થાય તે જોવું.
 • સમગ્ર કાર્યક્રમ કોવિડ-19 અંગેની સમયાંતરે આપવામાં આવેલી માર્ગદર્શિકાઓને અનુસરીને તમજ રાષ્ટ્રીયપર્વને અનુરૂપ ગરિમાપૂર્ણ રીતે યોજાય તે જોવાનું રહેશે.

ઉપર મુજબની સૂચનાઓનું ચૂસ્તપણે પાલન કરવા આથી સર્વેને જણાવવામાં આવે છે.

જિલ્લા કક્ષાની ઉજવણી અને નિયમો
જિલ્લાકક્ષાએ મંત્રી જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લાના મુખ્યમથક ખાતે 9 વાગે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવશે. રાષ્ટ્ર ગાન વગાડવામાં આવશે. પોલીસ દળો, હોમ ગાર્ડ, એનસીસી, સ્કાઉટ વગેરે દ્વારા પરેડ કરવામાં આવશે. માન. મંત્રી/ જિલ્લા કલેક્ટર દ્વારા પ્રવચન આપવામાં આવશે. રાષ્ટ્રગાન ગાવામાં આવશે. કોવિડ-19ની મહામારી ધ્યાને લેતા વધુ સંખ્યામાં લોકો એકત્રિત કરવા નહીં. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવા વગેરે ધારાધોરણોનું પાલન કરવાનું રહેશે. આમંત્રિતોની સંખ્યા આશરે 150 લોકોની રહે તે યોગ્ય રહેશે. મંચ ઉપર 05(પાંચ)થી વધુ સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત ન રહે તે પ્રકારની મંચ વ્યવસ્થા ગોઠવવાની રહેશે. કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવશે.

તાલુકા કક્ષાની ઉજવણી અને નિયમો
સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ/ મામલતદાર દ્વારા તાલુકાના મુખ્યમથક ખાતે 9 વાગે રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવશે રાષ્ટ્ર ગાન ગાવામાં આવશે. આમંત્રિતોની સંખ્યા આશરે 100 લોકોની રહે તે યોગ્ય રહેશે. મંચ ઉપર 05(પાંચ)થી વધુ સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત ન રહે તે પ્રકારની મંચ વ્યવસ્થા ગોઠવવાની રહેશે. કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવશે

ધ્વજવંદન – કાર્યક્રમ આ પ્રમાણે રહેશે

 • 8:58 માનનીય મંત્રી/ કલેક્ટર/ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ મામલતદાર/ સરપંચ સ્થળ ઉપર પધારશે. તેઓનું આગમન થતાં ઉપસ્થિત અધિકારીઓનું સ્વાગત કરશે અને મંચ પ્રતિ દોરી જશે.
 • 9:00 થી 9:02 મંત્રી/ કલેક્ટર/ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ મામલતદાર/ સરપંચ ધ્વજ ફરકાવશે. મંત્રી કલેક્ટર સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ/ મામલતદાર/સરપંચ ધ્વજને સલામી આપશે.પોલીસ ટુકડી સલામી આપશે અને રાષ્ટ્રગાન વગાડવામાં આવશે.
 • 9:02 થી 9:03 હર્ષ ધ્વનિ (….)
 • 9:03 થી 9:23 મંત્રી/ કલેક્ટર/ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ મામલતદાર/ સરપંચનું ઉદબોધન
 • 9:24 થી 9:25 રાષ્ટ્રગાન વગાડવામાં આવશે મંત્રી/ કલેક્ટર/ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ / મામલતદાર/સરપંચ દ્વારા કોરોના વોરિયર્સ પાસે જઇને અભિવાદન/સન્માન કરશે તે પછી ધ્વજવંદનના કાર્યક્રમના સ્થળની બાજુમાં વૃક્ષારોપણ કરવામાં આવશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here