૧૮ વર્ષથી વધુ ઉંમરના લોધિકાના ૫૫ ટકાથી વધુ નાગરિકોએ કોરોના વિરોધી રસી લીધી

0
345

રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ૧૮ વર્ષથી વધુ ઉંમરના ૫૫.૨૯ ટકા નાગરિકોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ મુકાવી લીધો છે. ૩૦ જુન સુધીમાં રસીનો પ્રથમ ડોઝ મુકાવેલ નાગરિકો પૈકી ૧૮ વર્ષથી વધુ ઉંમરના ધોરાજીના ૩૬.૧૯ ટકા, ગોંડલના ૩૯.૪૩, જામકંડોરણાના ૪૧.૧૬, જસદણના ૩૧.૮૧, જેતપુરના ૩૫.૯૬, કોટડાસાંગાણીના ૪૩.૧૨, પડધરીના ૪૧.૯૭, રાજકોટ(તાલુકો)ના ૨૮.૧૭, ઉપલેટાના ૩૪.૬૫ અને વીંછીયાના ૧૮.૯૨ ટકા નાગરિકોએ કોરોના વિરોધી રસીનો પહેલો ડોઝ લઇ લીધો છે. જયારે ૧૮ વર્ષથી વધુ વયના ધોરાજીના ૩૧.૮, ગોંડલના ૩૪.૩, જામકંડોરણાના ૨૯.૮, જસદણના ૨૪.૩, જેતપુરના ૨૬.૧, કોટડાસાંગાણીના ૧૯.૮, લોધિકાના ૨૭.૩, પડધરીના ૩૫.૬, રાજકોટ(તાલુકા)ના ૨૫.૭, ઉપલેટાના ૩૧.૪, વીંછીયાના ૨૧.૯ ટકા નાગરિકોએ કોરોના વિરોધી રસીનો બીજો ડોઝ લઇ લીધો છે, તેમ જિલ્લા આર.સી.એચ. અધિકારી ડો. મીતેશ ભંડેરીની યાદીમાં જણાવાયું છે.