અમદાવાદ એલિસબ્રિજ શાળા નંબર 7 અને 8માં બાળકો જાતે સ્કૂલે આવ્યા હોવાનો AMCની તપાસ સમિતિનો રિપોર્ટ, આચાર્યનું સસ્પેન્શન રદ કરાયું

0
307
  • AMC સ્કૂલ બોર્ડની તપાસ સમિતિએ સમગ્ર ઘટના પર પડદો પાડી દીધો
  • સ્કૂલમાં માત્ર 11 બાળકો આવ્યા હોવાનો દાવો

અમદાવાદ ગુલબાઇ ટેકરા વિસ્તારમાં આવેલી એલિસબ્રિજ શાળા નંબર 7 અને 8માં વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવવા મામલે AMC સ્કૂલ બોર્ડની તપાસ સમિતિએ શાળાના આચાર્ય અને શિક્ષકોને બચાવ કરતો રિપોર્ટ સોંપી સમગ્ર ઘટના પર પડદો પાડવાનો પ્રયાસ કર્યો છે. તપાસ રિપોર્ટમાં આચાર્ય કે શિક્ષકોએ બાળકોને સ્કૂલમાં નહોતા બોલાવ્યાં. બાળકો જાતે જ સ્કૂલમાં આવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. AMC સ્કૂલ બોર્ડ આચાર્ય પ્રીતિ પાંડેનું સસ્પેન્શન પણ રદ કરી નોકરી પર પરત લઈ લીધાં છે. AMC સ્કૂલબોર્ડના શાસનાધિકારી એલ.ડી.દેસાઈએ જણાવ્યું હતું કે, તપાસ સમિતિના રિપોર્ટમાં બાળકો જાતે આવ્યા હોવાનું બહાર આવ્યું છે પરીક્ષા નહોતી લેવામાં આવી.

બાળકો જો જાતે આવ્યા હતા તો સ્કૂલના શિક્ષકોએ તેમને ઘરે કેમ ન મોકલી દીધા: સવાલ ઉઠ્યાં
તપાસ સમિતિના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે માત્ર 11 જ બાળકો સ્કૂલમાં હાજર હતા અને બાળકો શિક્ષકો જ્યારે ઘરે ગયા ત્યારે તેમની સાથે સ્કૂલમાં આવ્યા હતા. આવો હાસ્યાસ્પદ રિપોર્ટ સોંપી અને ઘટનાને દબાવી દેવામાં આવી છે. બાળકોના આરોગ્ય સાથે ચેડાં કરી કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઈનનો ભંગ કર્યો હોવા છતાં સરકાર પણ AMC સ્કૂલ બોર્ડ સામે કોઈ પગલાં ન ભરતા કે ધ્યાને ન લેતા અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. બાળકો જો સાથે આવ્યા હોય તો સ્કૂલના શિક્ષકોએ આવી મહામારીમાં બાળકોને ઘરે કેમ ન મોકલી દીધા તેના પર સવાલ ઉભો થઈ રહ્યો છે. શું શિક્ષકોને ખ્યાલ ન હતો કે 4થી વધુ વ્યક્તિઓ ભેગા કરવા પર પ્રતિબંધ છે. પોલીસનું જાહેરનામું છે છતાં શા માટે બાળકોને સ્કૂલમાં રાખ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here