રાજકોટ સમગ્ર ભારતમાં તા. ૧ જૂનના રોજ દેશવાસીઓ દ્વારા ડોક્ટર્સ ડે ની ઉજવણી સાથે તબીબોની સેવાભાવના પ્રત્યે કૃતજ્ઞતા ભાવ વ્યકત કરાયો હતો. ડોક્ટર્સ ડે ઉજવણીના ભાગ રૂપે રાજકોટની ૧૦૮, ખિલખિલાટ, મોબાઈલ હેલ્થ યુનિટ દ્વારા કેક કાપી ડોક્ટર્સની કામગીરીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે રાજકોટ પ્રોગ્રામ મેનેજર મિલન પટેલ દ્વારા ડોક્ટર્સના કામને બિરદાવવામાં આવ્યુ હતુ.

ઈમર્જન્સી મેનેજમેન્ટ એકસિક્યુટિવ વિરલ ભટ્ટ , શ્રેયસ ગઢીયા, એમ.એચ.યુ ના પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર કલ્પેશભાઈ, ડો. જયેશ અને વિપુક લોખીલ સહીત ૧૦૮ ની ટીમે ઉપસ્થિત રહી ડોક્ટર્સ પ્રત્યે આદર ભાવ વ્યક્ત કર્યો હતો. હાલમાં જ કોરોનાની મહામારીમાં આખું વિશ્વ જયારે પોતાના સુરક્ષા માટે ઘરની બહાર નહોતા નીકળી શકતા ત્યારે ડોક્ટર્સ પોતાની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વિના દિવસ-રાત કોરોનાના દર્દીઓની સેવામાં લાગેલા હતા. હજારો લોકો કોરોનાથી સંક્રમિત થયા હોઈ ડોક્ટર્સની અથાક મહેનતના પરિણામે હજારો દર્દીઓને નવજીવન પ્રાપ્ત થયું છે.