રાજકોટ : આજરોજ કોટડા સાંગાણી માં એક બાળ એક ઝાડનાં ઉદેશથી “ઓક્સિઝન પાર્ક – 2021” નું રાજકોટના અનેક સ્થળો એ આયોજન કરાયું…

0
65

સામાજિક વનીકરણ રાજકોટ , સામાજિક વનીકરણ રેન્જ કોટડા સાંગાણી, જ્ઞાનયજ્ઞ ગુરુકુલ સ્કૂલ અને જ્ઞાનયજ્ઞ સ્કીલ કોલેજ – મોવિયાનાં સંયુક્ત ઉપક્રમે આજ રોજ તા.02/07/2021 ને શુક્રવારનાં રોજ સવારે 10:00 વાગ્યે એક બાળ એક ઝાડનાં ઉદેશથી “ઓક્સિઝન પાર્ક – 2021” નું આયોજન કરેલ હતું . જેમાં શાળાના તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને આશરે 500 થી વધુ વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું અને શાળા અને કોલેજ કેમ્પસમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું.શાળાના દરેક વિદ્યાર્થીભાઈઓ અને બહેનો ને એક એક ઝાડ આપવામાં આવ્યું હતું અને શાળાના ફાઉન્ડર ચેરમેન હિરેનભાઈ ખુંટ દ્વારા ઝાડનું મહત્વ સમજાવી દરેક વિદ્યાર્થીઓને વૃક્ષ ઉછેરની અગત્યતા સમજાવી હતી અને વિદ્યાર્થીઓને વૃક્ષના ઉછેર કરવાની પ્રતિજ્ઞા લેવડામાં આવી હતી.

આ ઉપરાંત ગોંડલ R. F. O. વિલાસબેન દ્વારા તમામ વિદ્યાર્થીઓ ને એક એક વૃક્ષએ ઓક્સિઝનની બોટલ છે અને વૃક્ષ આપણા જીવનમાં કેટલું ઉપયોગી છે એ સમજાવામાં આવ્યું આ તકે મોવિયા ગામનાં સરપંચ વાઘજીભાઈ પડારીયા, તલાટી મંત્રી ડાંગોદરા સાહેબ, જિલ્લા પંચાયત સદસ્ય બટુકભાઈ ઠુંમર, તાલુકા પંચાયત સદસ્ય મનીષભાઈ ખુંટ, ગામનાં આગેવાન કિશોરભાઈ અંદીપરા, ભીખાલાલ ખુંટ, હંસરાજભાઈ કાલરીયા,રસિકભાઈ, ડિજ્ઞેશભાઈ કાલરીયા, ભૂતપૂર્વ સરપંચ જેન્તીભાઇ ભાલાળા, પરબેશ્વર મહાદેવ મંદિરનાં મહંત જગાબાપુ વગેરે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કની પુરી તકેદારી સાથે આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here