બનાસકાંઠા જિલ્લામાં MGNREGA યોજનામાં રૂ. 10 કરોડનું કૌભાંડ થયાનો જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલનો આક્ષેપ

0
316
  • બનાસકાંઠા જિલ્લામાં જ માત્ર 50 કરોડનું કૌભાંડ હોવાનો બંનેએ પત્રકાર પરિષદ યોજી આક્ષેપ કર્યો
  • રાજ્યવ્યાપી કૌભાંડ હોવાનો આક્ષેપ કરી બંનેએ કૌભાંડ કરનાર તમામ લોકો સામે કાર્યવાહી કરી ધરપકડની માંગ કરી

અમદાવાદ બનાસકાંઠા જિલ્લાના બાલિન્દ્રા ગામમાં મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પલોયમેન્ટ ગેરંટી એક્ટ (MGNREGA) યોજનામાં રૂ. 10 કરોડના કૌભાંડનો આક્ષેપ અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે સરકાર પર કર્યો છે. MGNREGA યોજનામાં કામ ના કર્યું હોય છતાં પણ લોકોના બેંકમાં ખાતા ખુલી ગયા ATM કાર્ડ અને જોબકાર્ડ બનાવી TDOની સહીથી ભૂતિયા જોબકાર્ડ ધારકોના પેમેન્ટ થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં જ માત્ર 50 કરોડનું કૌભાંડ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

રાજ્યના દરેક ગામડામાં MGNREGAનું કૌભાંડ
વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં સરકારની જવાબદારી છે કે, ગરીબ પરિવારને મદદ મળે પરંતુ ગુજરાતમાં MGNREGA યોજનાનું ખૂબ જ મોટું કૌભાંડ થયું છે. જેમાં ગરીબ લોકોના ખોટા ખાતા બનાવવામાં આવે છે. રાજ્યના દરેક ગામડામાં આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. 5થી 10 કરોડનું કૌભાંડ થયું છે. સરપંચ અને TDO તમામ લોકો આ કૌભાંડમાં સંડોવાયેલા છે. જેથી અમારી માગ છે કે, આ અંગે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ ભાજપ કૌભાંડ કરવામાં માસ્ટર છે તેવો આક્ષેપ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કર્યો છે.

વેબસાઈટ પરથી જોબકાર્ડ ડિલિટ કરાયા
કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, કોરોનાના કાળમાં ઘણા લોકો બેકાર બન્યા છે. જેમાંથી ગુજરાત પણ બાકાત નથી. લગભગ 350 ગામમાં MGNREGA યોજનાનું ખૂબ મોટું કૌભાંડ ચાલે છે. બાલિન્દ્રા ગામે 8થી 10 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. જોબ કાર્ડ પણ વેબસાઈટ પરથી ડિલિટ કરી દેવામાં આવ્યા છે. રાજ્યવ્યાપી કૌભાંડ હોવાનો આક્ષેપ કરી કૌભાંડ કરનાર તમામ લોકો સામે કાર્યવાહી કરી ધરપકડની માંગ કરી છે. આખા બનાસકાંઠા જિલ્લા માં કૌભાંડ હોવાનો આક્ષેપ કોંગ્રેસ હાર્દિક પટેલે કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here