કોરોના કાળમાં ટીચર્સ યુનિવર્સિટીએ 1000 વિદ્યાર્થીઓની ઘરે બેઠા પરીક્ષા લઈ શિક્ષણ ક્ષેત્રે નવી દિશા આપી

0
339
  • વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને રાખીને ઘરે બેઠા પરીક્ષા લેવા માટેની યોજના બનાવી હતી
  • એન.એસ.યુ.આઈના કાર્યકર્તાઓએ યુનિ.ના પરીક્ષા લેવાના નિર્ણય લેવાનો વિરોધ કર્યો હતો

અમદાવાદ કોરોના મહામારી દરમિયાન સમગ્ર ભારતની તમામ શિક્ષણ સંસ્થાઓમાં શિક્ષણ કાર્ય બંધ હતું. મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓએ પરીક્ષા લેવાનું ટાળવામાં આવ્યું છે. ત્યારે રાજ્યની એકમાત્ર ટીચર્સ યુનિવર્સિટીએ કોરોના સંક્રમણ ના ભય વચ્ચે પણ વિદ્યાર્થીઓ ના હિતમાં પરીક્ષા લેવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો હતો. આ નિર્ણય કરવો અતિ કઠિન હતો. આવા કપરા સમયમાં લોકો બહાર જવામાં ડર અનુભવતા હતા, કોઈપણ સંસ્થા કે વ્યક્તિ જોખમ લેવા તૈયાર ન હતા.

ટીચર્સ યુનિ.ના કુલપતિ હર્ષદ પટેલે પરીક્ષા લેવા માટે બિંડુ ઝડપ્યું હતું
એવા સમયે દીર્ઘ દ્રષ્ટિ ધરાવતા ટીચર્સ યુનિવર્સિટીના કુલપતિ હર્ષદ પટેલે પરીક્ષા લેવા માટે બિંડુ ઝડપ્યું. તેમણે વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને રાખીને ઘરે બેઠા પરીક્ષા લેવા માટેની યોજના બનાવી હતી. જેને કોરોના કાળમાં મૃત સ્વરૂપ આપવો મોટો પડકાર હતો. જોકે મક્કમ મનના માનવીને હિમાલય પણ નડતો નથી એ વાત અહીં સાચી પડે છે. એન.એસ.યુ.આઈના કાર્યકર્તાઓએ યુનિ.ના પરીક્ષા લેવાના નિર્ણય લેવાનો વિરોધ કર્યો પણ તેઓએ વિરોધની અવગણના કરી હતી.

વિદ્યાર્થીઓને ઉત્તરવહી પોસ્ટ મારફતે તેમના ઘરે પહોંચાડી દીધી હતી
તેમણે પરીક્ષાને લઈ વાત કરતા કહ્યું હતું કે, યુનિ.દ્વારા 20 જુલાઈથી 30 જુલાઈ દરમ્યાન પરીક્ષા લેવા માટેનો કાર્યક્રમ જાહેર કરી દીધા બાદ તમામ વિદ્યાર્થીઓને ઉત્તરવહી પોસ્ટ મારફતે તેમના ઘરે પહોંચાડી દીધી હતી. એટલુંજ નહિ પરીક્ષા દરમ્યાન ગેરરીતિ ખાસ ટેક્નિક અપનાવવામાં આવી પરીક્ષા ના સમયે વિદ્યાર્થીએ પ્રશ્નપત્ર યુનિ.ના પોર્ટલ પરથી ડાઉનલોડ કરવાનું હતું. નિયત કરેલ સમયમાં ઉત્તરવહીમાં પ્રશ્નોના જવાબ લખવાનું શરૂ કરે એ સમયે ચોક્કસ પ્રકારની નિશાની કરવાની સૂચના આપવામાં આવતા હતી. જેથી કોઈ કોપીનો અવકાશ ના રહે.

1000 વિદ્યાર્થીઓએ ઘરે બેઠા પરીક્ષા આપી
ઉત્તરવહીમાં જવાબ લખ્યા બાદ તમામ ના ફોટા પાડીને પોર્ટલ પર અપલોડ કરવા ના હતા. એ રીતે તમામ 1000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. મહત્વપૂર્ણ બાબત તો એ છે કે, ઓપન બુક એક્ઝામના કન્સેપટની વાતો થતી હતી. પણ તેનો અમલ થતો ન હતો ત્યારે આઈ.આઈ.ટી.ઇ ગાંધીનગરે શિક્ષણના ક્ષેત્રમાં એક નવી દિશા આપી છે. આ ઉપરાંત કુલપતિ હર્ષદ પટેલે વાત કરતા કહ્યું હતું કે, ચાલુ વર્ષે રાજ્યની 39 બી.એડ કોલેજો આઈ.આઈ.ટી.ઇ સાથે જોડાઈ છે.

આઈ.આઈ.ટી.ઇમાં પ્રવેશ માટે 2 ઓગસ્ટે પ્રવેશ પરીક્ષા લેવાશે
આઈ.આઈ.ટી.ઇમાં પ્રવેશ માટે 2 ઓગસ્ટના રોજ પ્રવેશ પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. જેમાં 11 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું સંપૂર્ણ પાલન થાય એ પ્રકારે પરીક્ષા કેન્દ્ર નક્કી કરાયા છે. વિદ્યાર્થીને તેના નિવાસસ્થાનથી 10થી 12 કિલોમીટરના અંતરે પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. પરીક્ષા આપવા આવનાર ઉમેદવારને આઈ.આઈ.ટી.ઇ તરફથી કીટ આપવા માં આવશે. આ કીટમાં માસ્ક, ફેઈસ શિલ્ડ માસ્ક અને સેનેટાઇઝરનો સમાવેશ થાય છે. દરેક ક્લાસ રૂમમાં 12 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આમ પ્રવેશ પરીક્ષા પૂર્ણ થયે આઈ.આઇ.ટી.ઇ દ્વારા ઉમેદવારોને મેરીટના આધારે વિવિધ કોર્ષમાં પ્રવેશ ફાળવવામાં આવશે.આગામી સપ્ટેમ્બર માસથી ડિજિટલ ક્લાસ પણ શરૂ કરી દેવાનું યુનિ. દ્વારા આયોજન કરી દેવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here