ગુજરાત NCC ડાયરેક્ટરેટના 65 હજાર NCC કેડેટ્સનો નવતર રાષ્ટ્રભાવના અભિગમ

0
328

એક મૈં સો કે લિયે સોશિયલ મીડિયા અભિયાનના પાંચમા ચરણનોમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરાવ્યો પ્રારંભ

• કારગીલના વીરોને ગુજરાતનો આભાર અભિયાન અન્વયે ગુજરાત NCCના કેડેટ્સ 25 હજાર શુભેચ્છા કાર્ડ્સ ભારતીય સેનાના વીર જવાનોને કારગીલ વિજય દિવસની 22 મી વર્ષગાંઠ 26 જુલાઈએ પહોંચાડશે.

• ભારતની સરહદના રખોપા કરતા સેનાનીઓ-જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી NCC છાત્રો પ્રદર્શન કરશે રાષ્ટ્ર ભક્તિ ભાવના

• એક મેં સૌ કે લિયે’ અભિયાનના ચાર તબક્કાઓમાં સોશિયલ મીડિયા માધ્યમથી 14 લાખ ટ્વિટર હિટની સિદ્ધી માટે વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડસ દ્વારા સર્ટિફિકેટ ઓફ કમિટમેન્ટ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ NCC ડાયરેક્ટરેટ ગુજરાતના એડિશનલ ડિરેક્ટર જનરલ અરવિંદ કપૂરને અર્પણ કર્યું.

• ગુજરાતમાં NCC પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારની સંકલ્પબદ્ધતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વ્યક્ત કરી હતી.

• NCC ‘C’ સર્ટિફિકેટ પાસ કરેલા યુવાઓને પોલીસ દળની ભરતીમાં ગુજરાતમાં અગ્રતા અપાય છે તેમ વિજયભાઇ રૂપાણીએ NCC કેડેટ્સને સંબોધન કરતા જણાવ્યું હતું.

• ગુજરાત માં NCC પ્રવૃત્તિઓનો વ્યાપ વધે બટાલિયનની સંખ્યા વધે અને વધુને વધુ યુવાઓ NCCમાં જોડાઈ રાષ્ટ્ર સેવા દાયિત્વ નિભાવે તેવું આહવાન મુખ્યમંત્રીએ આ તકે કર્યું હતું

• એક મૈં સો કે લિયે અભિયાનના પ્રથમ તબક્કામાં હરેક NCC કેડેટ્સએ 100 સંબંધી મિત્રો-શહેરીજનોને ફોનથી સંપર્ક કરી કોરોના પ્રોટોકોલ અને રસીકરણની જાગૃતતા વધારી છે.

• બીજા તબક્કામાં વૃધ્ધો-વયસ્ક વડીલોની સેવી વંદના કરી છે

• ત્રીજા તબક્કામાં પૂર્વ સૈનિકો, શસસ્ત્ર દળોના વીરગતિ પામેલા જવાનોની વિધવાઓને સહાયક બન્યા છે.

• ચોથા તબક્કામાં કોરોના વોરિયર્સ, ડૉક્ટર્સ, નર્સ, વોર્ડ બોય, આરોગ્ય સેવા કર્મીઓને પ્રોત્સાહિત કર્યા છે

આ અવસરે ગુજરાત ncc ની વિવિધ બટાલિયન ના આલા અફસરો.મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન,શિક્ષણ અગ્ર સચિવ હૈદર,મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર અને ncc છાત્રો ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here