રાજકોટમાં ગેરકાયદેસર ચાલતા બાયોડિઝલના વેપલા પર 6 માસ બાદ FSLનો રિપોર્ટ આવતા ગુનો દાખલ, રૂ.4 લાખથી વધુનો જથ્થો સિઝ કરાયો હતો

0
417

પ્રતીકાત્મક તસ્વીર

  • મામલતદારે બાતમીને આધારે પોલીસને સાથે રાખી દરોડો પાડ્યો હતો

રાજકોટમાં 6 મહિના પહેલા મામલતદાર કાંતિલાલ કથીરિયાએ પોલીસને સાથે રાખી જામનગર રોડ SRP કેમ્પ ઘંટેશ્વર નજીક શિવશક્તિ એન્ટરપ્રાઈઝ નામની પેઢી પર દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં ગેરકાયદેસર ચાલતા બાયોડિઝલના વેપલો પકડાયો હતો અને રૂ.4 લાખથી વધુનો જથ્થો સિઝ કરાયો હતો. જેને પગલે FSLને તપાસણી માટે સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. જે સેમ્પલમાં ભેળસેળ યુક્ત બાયોડિઝલનો પર્દાફાશ થતા યુનિવર્સિટી પોલીસે પેઢીના સંચાલક મયુરસિંહ અજિતસિંહ રાણા સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955ની કલમ 3,7 તથા આઈપીસી કલમ 285 હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

બાયોડીઝલ પંપની આકસ્મિક તપાસણી કરી હતી
આ અંગે મામલતદાર કાંતિલાલે જણાવ્યું હતું કે, 6 માસ પૂર્વે તા.15/12/2020ના રોજ અમને બાતમી મળી હતી કે SRP કેમ્પની નજીક બાયોડીઝલનું ગેરકાયદેસરનું વેચાણ થાય છે જેના આધારે અમે પોલીસ અને કલેકટરના સ્ટાફબને લઈને SRP કેમ્પ ઘંટેશ્વર નજીક રીંગરોડ-2 ખાતે આવેલ શિવશકિત એન્ટરપ્રાઇઝ બાયોડીઝલ પંપની આકસ્મિક તપાસણી કરી હતી

એકસપ્લોઝીવ લાયસન્સ મેળવેલ હોવાનું માલુમ પડ્યું નહીં
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ત્યાં પહોંચતા જમીનમાં એક ટાંકો જેમાં બાયોડીઝલનો જથ્થો જોવામાં આવેલ જે ટેન્ક બંધ હોય તેમાંથી બાયોડીઝલનો જથ્થો આઉટલેટમાં આવતું હતું. એ જગ્યાએ બે શટરવાળી ઓફીસ માં તપાસ કરતા બીલબુક તથા કાચુ સ્ટોક વેચાણ રજીસ્ટર જેવું સાહિત્ય મળી આવેલ જે તપાસના કામે કબજે કરેલ જે ઓફીસમાં પાંચ લીટરનું એક માપીયુ મળી આવેલ આ સિવાય સ્થળે ભાવ વેચાણનું બોર્ડ લાગવેલ નહી કે કોઇ સક્ષમ અધિકારીની પરવાનગી કે સંગ્રહ માટેનું એકસપ્લોઝીવ લાયસન્સ મેળવેલ હોવાનું માલુમ પડેલ નહી.

પ્રતિ લિટરના રૂ.60 થી રૂ.80 પૈસાના ભાવે વેચાણ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જેથી ત્યાંના માલીક તરીકે મયુરસિંહ રાણા હોવાનું જણાવેલ અને નોકરીયાત તરીકે કામ કરતા વ્યકિત ઇકબાલમૈયા સૈયદના જણાવ્યા મુજબ રસ્તેથી પસાર થતા ટ્રક વિગેરે વાહનો માં બળતણ તરીકે વેચાણથી આપવામાં આવતું હોવાનું જણાવેલ હતું.આ દરમ્યાન માલીક આવેલ તેમજ કબજે કરેલ કાચી બુકમાં લખ્યા મુજબ પ્રતિ લિટરના રૂ.60 થી રૂ.80 પૈસાના ભાવે આ બાયોડીઝલ વેચાણ કરતા હોવાનું તે સ્થળેથી માલુમ પડેલ

સેમ્પલ FSLપાસે તપાસણી માટે મોકલી આપ્યું હતું
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ વેચાણ અંગે નિયત નમુનાનું આવક જાવક કે સ્ટોક રજીસ્ટર નિભાવેલ નહી પરંતુ કાચુ રજીસ્ટર કાચી બીલબુક રાખેલ અન્ય કોઇ રેકર્ડ નિભાવેલ હોવાનું જાણવા મળેલ નહી.જે જગ્યા એથી જમીનમાં રાખેલ લોખંડની ટેન્ક (ટાંકા) માં બાયોડીઝલનો જથ્થો હોય તેમ જ મળી આવેલ પદાર્થ કયા પ્રકારનું પેટ્રોલીયમ પદાર્થ છે તે એફ.એસ.એલ તપાસણી બાદ સચોટ રીતે માલુમ પડી શકે જેથી પંચ રોજકામની વિગતે સેમ્પલ FSLપાસે તપાસણી માટે મોકલી આપ્યું હતું.

રૂ.4 લાખથી વધુનો જથ્થો સિઝ કરાયો હતો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તેમજ જમીનમાં રાખેલ 16,000 લીટરની કેપીસીટી વાળા લોખંડના ટાંકામાં આશરે 7524 લીટર બાયોડીઝલ નો જથ્થો ભરે તે ટાંકાના ઉપરના ભાગે આવેલ ઢાંકાણાને સીલ કરવામાં આવેલ જે આશરે 7524 લીટર બોયોડીઝલ પ્રતિ લીટરના રૂ.60.80 લેખે રૂ.4,57,460 નો જથ્થો સીઝ કરેલ તેમજ બાજુમાં લોખંડના છાપરા નીચે રાખેલ ડીસ્પેચ યુનિટને સીલ કરવામાં આવેલ હતું.