8 વર્ષના બાળકથી માંડીને 60 વર્ષના વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટીવ
પોરબંદર જિલ્લામાં વધુ 13 દર્દીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે જેમાં 8 વર્ષના બાળકથી માંડીને 60 વર્ષના વૃદ્ધાનો સમાવેશ થાય છે. આંકડો 110એ પહોંચ્યો છે.
હજુ 5 દર્દીઓના રિપોર્ટ જામનગરની લેબમાં પેન્ડિંગ છે
પોરબંદરના સિવિલ લેબ દ્વારા 34 દર્દીઓના સવોબના નમુનાનું પરીક્ષણ કરવામાં આવતા 30 રિપોર્ટ નેગેટિવ અને 4 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે જામનગરની લેબ ખાતે પેન્ડિંગ રહેલ નમૂનાઓનું પરીક્ષણ કરતા 9 દર્દીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા પોરબંદર જિલ્લામાં કુલ 13 કોરોના પોઝિટિવ દર્દી આવ્યા છે. હજુ 5 દર્દીઓના રિપોર્ટ જામનગરની લેબમાં પેન્ડિંગ છે. પોરબંદર જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓમાં બગવદર ગામે રહેતા 19 વર્ષીય યુવાન, રાજસ્થાનનો 56 વર્ષીય આધેડ, શ્યામ પાર્કમાં રહેતા 56 વર્ષીય આધેડ, કમલાબાગ વિસ્તારમાં રહેતો 32 વર્ષીય યુવાન, છાયા મહેર સમાજ નજીક રહેતા 51 વર્ષીય આધેડ અને છાયા વિસ્તારમાં રહેતા 36 વર્ષીય યુવાન ઉપરાંત મેમણવાળ વિસ્તારમાં રહેતા 36 વર્ષીય મહિલા અને 60 વર્ષીય મહિલા, ઝુરીબાગ વિસ્તારમાં રહેતો 24 અને 20 વર્ષીય યુવાન, રામટેકરી રોડ પર પૂનમવાડી પાસે રહેતા 43 વર્ષીય પ્રૌઢ, કુછડી ગામના 38 વર્ષીય યુવાન અને 8 વર્ષના બાળકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવેલ છે. પોઝિટિવ દર્દીઓનો આંકડો કુલ 110એ પહોંચ્યો છે.
જિલ્લામાં વધુ 13 સ્થળે કન્ટેઇનમેન્ટ ઝોન
ગઈકાલ સુધીમાં જિલ્લામાં 88 કન્ટેઇનમેન્ટ ઝોન હતા જેમાંથી 67 ઝોન ચાલુ છે અને પોરબંદર શહેરમાં હાલ 56 કન્ટેઇનમેન્ટ ઝોન ચાલુ છે ત્યારે સાવચેતીના ભાગ રૂપે જિલ્લામાં વધુ 13 કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાશે. શહેરમાં દિવસેને દિવસે કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે સાથો સાથે કન્ટેઇન્મેન્ટ ઝોનમાં વધારો થઇ રહ્યો છે.