ગોંડલમાં શ્રમિકો નું હેલ્થ ચેક અપ શરૂ કરાયું

0
340

“જીતેગા ગોંડલ હારેગ કોરોના” અભિયાન અંતર્ગત ગોંડલ શહેર ના તમામ શાકભાજી ના ફેરી કરતા વેપારી, ચા ની હોટલ તેમજ તમામ પ્રકાર ની ફેરી કરતા વેપારી ને આજ થી વોર્ડ વાઇઝ હેલ્થ ચેક અપ કરવાની શરૂઆત કરવામાં આવી હતી

એન્ટીજન કાર્ડ ટેસ્ટ થી કોરોના પોઝિટિવ નેગેટિવ ના પણ તાત્કાલીક ખ્યાલ આવે આ સાથે નગરપાલિકા દ્વારા વેપારી ને હેલ્થ કાર્ડ પણ આપવા માં આવશે એક અઠવાડિયા માં દરેક વોર્ડ વાઇઝ આ કાર્ય શરૂ રહેશે સ્થળ માટે દરેક વિસ્તાર ને રીક્ષા રેડીયો થી જાહેરાત કરવામાં આવશે.આ તકે પાલિકાના કારોબારી અધ્યક્ષ પૃથ્વીસિંહ જાડેજા તથા શાસક પક્ષ નેતા રાજેન્દ્રસિંહ જાડેજા અને અગ્રણી મનુભાઇ કોટડીયા સહિતનાઓ હાજર રહ્યા હતા.