જામનગર ના સુપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિર આજથી બંધ

0
325

જામનગર શહેરમાં વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને બાલા હનુમાન સંકીર્તન મંડળ ટ્રસ્ટ દ્વારા આજે ૧ ઓગસ્ટ થી ૮ ઓગષ્ટ સુધી દર્શનાર્થીઓ માટે મંદિર સદંતર બંધ રાખવામાં આવ્યું છે. જોકે પાંચ રામ ભક્તો દ્વારા મંદિર પરિસરમાં અખંડ રામધૂન ના જાપ અવિરત ચાલુ રાખવામાં આવ્યા છે, જ્યારે મંદિરના પૂજારીઓ દ્વારા આરતી ની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી રહી છે. જેથી દર્શનાર્થીઓ મંદિરના દ્વારે જ દર્શન કરીને પરત ફરી રહ્યા છે.ભકતોએ સાથ-સહકાર આપવા અનુરોધ કરાયો છે.

અહેવાલ:- સાગર સંઘાણી ,જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here