વંથલી પોલીસ જુનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીનન્દરસીંગ પવાર ની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવીતેજા વાસમસેટ્ટી ની સુચના અન્વયે કેશોદ ડીવીઝનના ના.પો.અધિ. જે.બી.ગઢવી ના સીધા માર્ગદર્શન નીચે ગેરકાયદેસર હથીયારો રાખવા અંગે કાયદેસરની કાર્યવાહી કરવાની સુચનાથી વંથલી પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. એસ.એન.ક્ષત્રિય તથા પો.હેડ કોન્સ. એસ.ડી.સોંદરવા તથા પો.કોન્સ બાલુભાઇ લીલાભાઇ બાલસ તથા પો.કોન્સ પ્રતાપસિંહ સાર્દુલભાઇ શેખવા તથા પો.કોન્સ અરૂણભાઇ નાનાલાલ મહેતા તથા પો.કોન્સ ભરતસિંહ કાથડભાઇ સીસોદીયા તથા પો.કોન્સ કિરીટસિંહ ધીરૂભાઇ કામળીયા એ રીતેના પો.સ્ટે. હાજર તે દરમ્યાન પો.કોન્સ બાલુભાઇ લીલાભાઇ બાલસને ચોક્કસ બાતમી મળેલ કે વંથલી બસ સ્ટેશન પાસે એક ઈસમ હથીયાર જેવુ પોતાના પાસે હોય તેમ શંકાસ્પદ રીતે ઉભેલ હોય તેવી બાતમીના આધારે ઉપરોકત પો.સ્ટાફ સાથે વંથલી બસ સ્ટેશન પાસે જતા એક ઇસમ પોતાના ખંભા ઉભર થેલો રાખેલ મળી આવેલ જેનુ નામ પુછતા પોતે પોતાનુ નામ હીન્દી ભાષામાં પ્રદિપસીંગ છોટેલાલ જાટપ (એસ.સી) ઉ.વ.૧૯ રહે.ઈસુરી ગામ તા.જી.ભીંડ રાજય મધ્યપ્રદેશ વાળો હોવાનુ જણાવેલ અને મજકુર પાસેના થેલામાં તપાસ કરતા બે તમંચા તથા ૪ જીવતા કાર્ટીસ મળી આવતા જેમાં (૧) એક તમંચાની નાળની લંબાઇ આશરે ૧૪ સે.મી તથા બટની ૯ સે.મી. તથા ડાયામીટર આશરે ૦.૮ સે.મી. તેમજ ટ્રેગર ગાર્ડ તથા તેની અંદર ડ્રેગર જેના બટ ઉપર કાળા કલરની લાકડાની ગ્રીપ એક રીવેટ સાથે ફીટ કરેલ છે. જેની કિ.રૂા.૫૦૦૦/- ગણી એક પારદર્શક પ્લાસ્ટીકની પેટીમાં મુકી તથા (૨) બીજા તમંચાની નાળની લંબાઇ આશરે ૧૨ સે.મી તથા બટની ૭.૫ સે.મી. તથાડાયામીટર આશરે ૦.૮ સે.મી. તેમજ ટ્રેગર ગાર્ડ તથા તેની અંદર ડ્રેગર જેના બટ ઉપર ભુખરા કલરની લાકડાની ગ્રીપ બે રીવેટ સાથે ફીટ કરેલ છે. જેની કિ.રૂ.૫૦૦૦/- ગણી એક પારદર્શક પ્લાસ્ટીકની પેટીમાં મુકી તેમજ (3) જીવતા કાર્ટીસ નંગ-૪ જોતા પિતળ જેવી પીળી ધાતુના જેની ચારેય કાર્ટીસના નીચેના ભાગે 8MM KF લખેલ જે એક કાર્ટીસની કિ.રૂ.૧૦૦/- લેખે કુલ કિ.રૂ.૪૦૦/- ગણી જે એક પારદર્શક પ્લાસ્ટીકની પેટીમાં મુકી ત્રણેય પેટીઓને લાખ તથા દોરા વડે બાંધી PSIV માર્કાનુ શીલ કરી તથા (૪) થેલાની કિ.રૂા.૫૦/- ગણી પંચનામાની વિગતે કબ્જે કરી આરોપીને હસ્તગત કરી આરોપી વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરી હથીયાર ધારા મુજબનો ગુન્હો રજી.કરવામા આવેલ છે.

અહેવાલ- રહીમ કારવાત, વંથલી