રાજકોટની મહિલાઓને રક્ષાબંધનની ભેટઃ રક્ષાબંધનના દિવસે રાજકોટમાં બહેનો માટે બી.આર. ટી.એસ. સીટી બસની મુસાફરી ફ્રી

0
217

મેયર બિનાબેન આચાર્ય,સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડ અને મ્યુ. કમિ. ઉદિત અગ્રવાલની જાહેરાત

રક્ષાબંધન નિમિતે સોમવારે બી.આર.ટી.એસ. રૂટ પર તથા શહેરમાં ચાલતી સિટી બસમાં બહેનોને ફ્રી બસ સેવા પુરી પાડવામાં આવશેતેવી જાહેરાત મેયર બિનાબેન આચાર્ય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ અને મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્રારા કરવામાં આવી છે. તેઓએ ઉમેર્યું છે કે,શહેરના લોકોને શહેરી પરિવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. હાલમાં કોરોના મહામારીને કારણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં હાલમાં ૪૬ સિટી બસ તથા ૧૦ એ.સી. બસ દ્વારા બી.આર.ટી.એસ. બસ સેવા પુરી પાડવામાં આવી રહેલ છે. આગામીસોમવારના રોજ રક્ષાબંધનના તહેવાર નિમિતે આ બંને બસ સેવામાં બહેનો માટે દરવર્ષની પરંપરા મુજબ ફ્રી બસ સેવા પુરી પાડવા નક્કી કરવામાં આવેલ છે. ચાલુ વર્ષે પણ રક્ષાબંધનના તહેવાર સોમવારના રોજ દિવસ દરમ્યાન કોઈપણ રૂટ પર ગમે તેટલી વખત ફક્ત બહેનો નિ:શુલ્ક મુસાફરી કરી શકશે.

અહેવાલ : દિલીપ પટેલ ,રાજકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here