ચોટીલા ચામુંડા માતાજી કોવિડ કેર સેન્ટર માં મદદરૂપ થયેલ દાતાઓ નો સન્માન સમારોહ યોજાયો.

0
377

રિયલ લાઈફ કોરોના વોરીયર્સ પત્રકારો ને પણ સન્માનીત કરાયા. કોરોના મહામારી ની બીજી લહેર માં જ્યારે હોસ્પિટલોમાં જગ્યા નહોતી અને લોકો સારવાર માટે આમ તેમ રઝળતા હતા એ સમયે ચોટીલા તાલુકા ના લોકો ને મદદરૂપ થવાના હેતુ થી શ્રી ચામુંડા માતાજી યુવા ગ્રુપ દ્વારા ચોટીલા હાઇવે સ્થિત ચામુંડા અતિથિ ગૃહ ખાતે શરૂ કરવામાં આવેલ કોવિડ કેર સેન્ટર માં ૫૦ બેડ ની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ હોમ આઇશોલેશન માં ઘરે રહેલા દર્દીઓ માટે નિઃશુલ્ક ઓક્સિજન સિલિન્ડર અને રિફિલ ની સેવા કરવામાં આવી હતી

તે કાર્ય માં તન, મન અને ધન થી મદદરૂપ થયેલ ડોક્ટરો, નર્સ બહેનો, સ્વયંસેવકો અને જેમને પોતાના ખજાના ખુલ્લા મૂકી દીધા હતા તેવા દાતાઓ તેમજ ૧૫૦ રૂમ ની ધર્મશાળા કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે નિઃશુલ્ક આપી તેવા ચામુંડા અતિથિ ગૃહ ના પ્રમુખ અને ચોટીલા દરબાર મહાવીરભાઈ ખાચર તથા તમામ ટ્રસ્ટીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કોરોના ની પ્રથમ અને બીજી લહેર માં નિઃસ્વાર્થ ભાવે રાષ્ટ્રપ્રેમ ખાતર પોતાના પરિવાર ની ચિંતા કર્યા વગર દિવસ રાત જોયા વગર ચોટીલા ના પત્રકારીતા કરતા કલમવિરો(પત્રકારો)નું પણ આ તકે મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ની શરૂઆત આવેલ મહેમાનો ના હસ્તે દીપપ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું.

આવેલ સૌ મહેમાનો નું શાબ્દિક સ્વાગત સંસ્થા ના પ્રમુખ બલવીરભાઈ ખાચરે કર્યું હતું તેમજ આ કર્યક્રમ વિશે વિસ્તૃત માહિતી મોહસીનખાન પઠાણ દ્વારા આપવામાં આવી હતી, આવેલ મહેમાનો એ પણ પોતાના પ્રવચન માં કોરોન મહામારી માં પોતાના અનુભવો વર્ણવ્યા હતા. અને કાર્યક્રમ ની આભાર વિધિ સંસ્થા ના ભુપતભાઇ ધાધલ દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માં યુવા ભાજપ ગુજરાત પ્રદેશ મંત્રી જયભાઈ શાહ, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ મેરુભાઈ ખાચર, ચોટીલા રાજવી પરિવાર ના મહાવીરભાઈ ડી. ખાચર, ચોટીલા તાલુકા પંચાયત દંડક બલવીરભાઈ ખાચર, ચોટીલા પાંજરાપોળ ના પ્રમુખ મુકેશભાઈ શાહ, ચોટીલા ના કોળી સમાજ ના અગ્રણી આંબાભાઈ, ચોટીલા અગ્રણી ભુપતભાઇ ખાચર, શક્તિસિંહ ઝાલા સહિતના આગેવાનો ના હસ્તે તમામ ને સન્માનિત કરાય હતા. આ કાર્યક્રમ ને સફળ બનાવવા મંગળુભાઈ ખાચર, મોહિતભાઈ પરમાર, પ્રવીણભાઈ જાંબુકીયા, મેહુલભાઈ ખંધાર, રસિકભાઈ મેટાળીયા, જયદીપભાઈ પરાલીયા, ફેઝલભાઈ વાળા, અતુલભાઈ કોટક, વિરેશભાઈ શાહ, વાઘાભાઇ, હિતેશભાઈ સરવૈયા સહિત ના સૌ સભ્યો એ જહેમત ઉઠાવી હતી.

અહેવાલ- મુકેશ ખખ્ખર, ચોટીલા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here