કોરોના સામે લડવા અમુલે ઈમ્યુનિટી બુસ્ટર રેન્જને આઈસક્રીમ કેટેગરીમાં પણ વિસ્તારી છે. અમૂલે સૌ પ્રથમ વખત હળદર, મરી, મધ તથા ખજૂરના ગુણ ધરાવતો હલ્દી આઈસક્રીમ લોન્ચ કર્યો છે.
અમૂલના મેનેજીંગ ડિરેક્ટર આર. એસ. સોઢીએ જણાવ્યું કે, સદીઓથી આયુર્વેદ જેવી પરંપરાગત પધ્ધતિઓ દ્વારા હળદરનો તંદુરસ્તી વધારવા માટે તાજા અને સૂકા મસાલા પાવડર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. દૂધ પહેલાથી જ શક્તિવર્ધક છે. અમે આ બંનેના સમન્વય કરી ને દુનિયાનો સૌથી પહેલો હળદરના સ્વાદનો આઈસક્રીમ રજુ કર્યો છે. હલ્દી આઈસક્રીમને ઉત્તર અને પશ્ચિમ ભારતના દૈનિક 5 લાખ પેકની ક્ષમતા ધરાવતા અદ્યતન ઉત્પાદન એકમમાં પેક કરવામાં આવ્યો છે.