મૃત્યુ પહેલા પિતાનો પુત્ર સાથેનો ઓડિયો વાઈરલ થયા બાદ સયાજી હોસ્પિ.માં વીડિયો કોલિંગની સુવિધા, પરિજનો દર્દી સાથે વાત કરી શકશે

0
296
  • સયાજી હોસ્પિટલમાં કોરોના વાઈરસના દર્દીઓને યોગ્ય સારવાર ન મળતી હોવાથી ફરિયાદો ઉઠી હતી
  • પરિવારજનો દર્દીને વીડિયો કોલિંગ કરીને તેને યોગ્ય સુવિધા મળે છે કે નહીં તેની પૂછપરછ કરી રહ્યા છે

વડોદરા મૃત્યુ પહેલા પિતાની પુત્ર સાથેની ઓડિયો વાઈરલ થયા બાદ વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોનાના દર્દીઓ સાથે તેમના પરિવારજનો વીડિયો કોલિંગની સુવિધા શરૂ કરાઈ છે. હવેથી પરિવારજનો તેમના કોરોના પીડિત સ્વજન સાથે વીડિયો કોલિંગથી વાતચીત કરી શકશે. હોસ્પિટલમાં સારી સારવાર મળતી ન હોવાની ઉઠેલી ફરિયાદોને પગલે તંત્ર દ્વારા વીડિયો કોલિંગની સુવિધા કરવામાં આવી છે.

સયાજી હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળતી હોવાના આક્ષેપની ઓડિયો ક્લિપ વાઈરલ થઇ હતી
કોવિડની સારવાર લેતા દર્દીઓના વોર્ડમાં ફરજ ઉપરના તબીબો, નર્સ અને કર્મચારીઓ સિવાય કોઇને પ્રવેશ આપવામાં આવતો નથી. પરિણામે સારવાર લેતા દર્દીની તબિયત કેવી છે., દર્દીને યોગ્ય સુવિધા મળે છે કે નહીં, તે અંગેની માહિતી દર્દીના પરિવારજનો જાણી શકતા ન હતા. જેથી દર્દીના પરિવારજનો સતત ચિંતામાં રહેતા હતા. બીજી બાજુ સયાજી હોસ્પિટલમાં દર્દીઓને યોગ્ય તબીબી સારવાર મળતી ન હોવાના બનાવો બની રહ્યા હતા. તાજેતરમાં અસલાજી મારવાડી નામના દર્દીએ સયાજી હોસ્પિટલમાં યોગ્ય સારવાર મળી રહી નથી. ડોક્ટર આવતા નથી. તેવી પુત્ર સાથે કરેલી મોબાઇલ ફોન ઉપર કરેલી વાતચીતનો ઓડિયો ક્લિપ વાઈરલ પણ થઇ હતી. આવી ઘટનાઓને ધ્યાનમાં લઇ તંત્ર દ્વારા દર્દી સાથે તેમના પરિવારનો સભ્યો હોસ્પિટલમાં આવીને વીડિયો કોલિંગ દ્વારા વાતચીત કરી શકે તેવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.

યુવતીએ કોરોના પીડિત પરિવારજન સાથે વીડિયો કોલથી વાત કરી
સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગ પાસે દિપક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કાર્યરત પૂછપરછ કેન્દ્રમાં કોવિડના દર્દી સાથે પરિવારજન વીડિયો કોલ દ્વારા વાતચીત કરી શકે તેવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. આજે એક યુવતીએ તેના કોરોના પીડિત પરિવારજન સાથે વીડિયો કોલ દ્વારા વાતચીત કરી હતી. યુવતીએ ખબર પૂછવા સાથે હોસ્પિટલમાં યોગ્ય સુવિધા મળે છે કે નહીં. તે અંગે પણ માહિતી મળી હતી. દર્દી સાથે વાતચીત કર્યાં બાદ યુવતીએ હોસ્પિટલની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here