બિનસરકારી તબીબ સરકાર સાથે કોરોનાની કામગીરી કરશે તો રોજના 5 હજાર મળશે

0
144

અમદાવાદ રાજ્ય સરકાર કોરોનાની સારવાર માટે હાલ વિવિધ સરકારી હોસ્પિટલોમાં ખાનગી તબીબોની સેવા પણ લઈ રહી છે. સરકારી તબીબોનો સ્ટાફ ઓછો પડે તો તેવા સંજોગોમાં ખાનગી તબીબો પણ કામે લાગી શકે તેવા આશયથી તેમની સેવા લેવાઇ રહી છે. આવા તબીબોને રાજ્ય સરકારે સતત સાત દિવસ માટે સેવામાં નિયુક્ત કરવાનું નક્કી કર્યું છે અને આ દરમિયાન તેઓને દૈનિક 5 હજાર માનદ વેતન અપાશે.

તદ ઉપરાંત જો આ તબીબ સેવા બજાવવાને કારણે કોરોનાથી સંક્રમિત થાય તો રાજ્ય સરકાર તેમને તમામ પ્રકારની દવા ઉપરાંત રેમડેસિવિર કે ટોસિલિઝુમેબ જેવી દવાઓ પણ વિનામૂલ્યે પૂરી પાડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here