વાહ છારી તારી કુંડી નસલ વાળી ભાગ નામની ભેંસ નું શું કહેવાય!?

0
734

નખત્રાણા તાલુકાના છારી ગામ નો એક કિસ્સો એવો સામે આવ્યો છે જે કિસ્સાએ છારી ગામના રહેવાસીઓને ચોંકાવી દીધો છે, છારી ગામના રહેવાસી જત અબ્દુલ કલામ નુર મોહમ્મદ ભાઈ એ, આ ભાગ નામની ભુરી કુંડા સીંગ વાળી ભેંસ ને આખરે ત્રણ લાખમાં અમદાવાદના રબારી સમાજના ગ્રાહકને ત્રણ લાખમાં વેચી છે, અબ્દુલ કલામ ની આ ભેંસ ત્રણ લાખમાં વેચાતા સમગ્ર બન્ની વિસ્તારનું નામ રોશન થયું છે, આ વાત પહેલા આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ એ પણ જણાવી હતી કે કચ્છના બન્ની વિસ્તાર ની ભેંસો નસલના એતબાર થી ઘણી બધી સારી હોય છે, કુંડા સિંગ વાળી ભેંસો રંગ રંગીલા કચ્છ જિલ્લાના બન્ની વિસ્તારના ગામડાઓમાં જોવા મળે છે, તેમ આપણા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ એ આ બન્ની વિસ્તારની ભેંસોની વખાણ કરી હતી, અમદાવાદના ઘણા બધા ગ્રહો આપણા કચ્છના બન્ની વિસ્તારમાં ભેંસો લેવા માટે આવે છે બન્ની વિસ્તારના માલધારીઓ માં દરરોજ લે વેચ નો મામલો સામે આવે જ છે, પહેલા એવું જ કિસ્સો સામે આવ્યો હતો જેની પાડી સાડા ત્રણ લાખમાં વેચાઇ હતી, આ અમારો બન્ની વિસ્તાર કહેવાય, માલધારીઓને પોતાના બન્ની વિસ્તાર પર ગર્વ છે,અમદાવાદના ઘણા બધા રબારી સમાજના લોકો તથા અન્ય સમાજના લોકો કચ્છ જિલ્લામાં મહેમાન બનીને ભેંસોની ખરીદારી કઈ જાય છે, બન્ની વિસ્તારમાં લે વેચ નો મામલો દરરોજ ચાલું જ હોય છે માલધારીઓ વચ્ચે, અમદાવાદના ઘણા બધા ગ્રાહકો કચ્છના બન્ની વિસ્તારના ગામડાઓમાં કુંડી નસલ વાડી ભેંસોની ખરીદારી કરે છે, બસ લેવા માટે તે કચ્છના બન્ની વિસ્તારની ગરમી તો સખ્ત કહેવાય, આવી ગરમીમાં બહાર થી આવેલા ગ્રાહકો પોતાનો કિંમતી સમય કાઢીને કુંડી નસલ વાળી ભેંસો ખરીદીને ગાડીમાં ભરીને અમદાવાદ સાઈટ લઈ જાય છે, બન્ની વિસ્તારમાં ગ્રાહકો ઘણા બધા ગામડાઓમાં ભેંસો લેવા માટે દર બ દર ફરે છે

તે ગામડાઓ

👇તલ, લૈયારી, છારી, પૈયા, ફુલાય, ઝાલુ, ભગાડીયા, સેરવા, સરાડા, હાજીપીર, લુડબાય, બુરકલ, ભિટારા, ડાડોર, વંગ

ઉપર જણાવેલ વિસ્તારોમાં તથા અન્ય વિસ્તારોમાં પણ અમદાવાદના ગ્રાહકો ભેંસો લેવા માટે ક્યારે ને ક્યારે આવી જાય છે

આ ભેંસ ખરીદનાર વ્યક્તિ અમદાવાદ જિલ્લાના સાણંદ ના રહેવાસી પંકજ ભાઈ રબારીએ છારી ગામની ભાગ નામની કુંડી નસલ વાળી ભેંસ જત અબ્દુલ કલામ નુર મોહમ્મદ ભાઈ થી ત્રણ લાખમાં લીધી છે

અહેવાલ- અબુબકર ભાઈ લૈયારી, કચ્છ