કે.કે.વી. ચોક થી મોટામવા સ્મશાન સુધીના કાલાવડ રોડ પર લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળ રોડ પહોળો કરવા અનુસંધાને મ્યુનિ. કમિશનર દ્વારા સુનાવણી

0
264

રાજકોટ શહેરના ગૌરવ પથ તરીકે ઓળખાતા કાલાવડ રોડને કે.કે.વી. ચોકથી પશ્ચિમ તરફ (મોટામવા સ્મશાન) સુધીનો રોડ થી ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એકટ-૧૯૪૯ની કલમ ૨૧૦ અંતર્ગત “લાઈન ઓફ પબ્લીક સ્ટ્રીટ” ની દરખાસ્ત અન્વયે ટી.પી. સ્કીમ મુજબ હૈયાત કાલાવડ રોડ ૩૦.૦૦ મી. માંથી ૩૬.00 મી. પહોળો કરવા માટે કપાત અન્વયે આજરોજ તા.૦૭/૦૭/૨૦૨૧ના બુધવારના સવારે ૧૧:00 કલાકે કોન્ફરન્સ હેલ, પ્રથમ માળ, સેન્ટ્રલ ઝોન, રાજકોટ મહાનગરપાલિકા, ડો. આંબેડકર ભવન, રાજકોટ ખાતે માનનીય મ્યુનિસિપલ કમિશ્નર ના અધ્યક્ષ સ્થાને સુનાવણીનું આયોજન કરેલ. જેમાં કુલ ૮૩ મિલકતોના માલિક/કબજેદાર/ભાડુઆત પૈકી ૪૮ મિલકતના માલિક/કબજેદાર/ભાડુઆત હાજર રહેલ, જે અન્વયે માનનીય મ્યુનિસિપલ કમિશ્નર ની ઉપસ્થીતીમાં ટાઉન પ્લાનીંગ ઓફિસરએ કપાત થતી મિલ્કતો સામે આપવાના થતા વૈકલ્પિક વળતરની સમજણ આપવામાં આવેલ, તેમજ અસરગ્રસ્તોના વાંધા સુચનો તથા ૨જુઆતો સાંભળી નિયમાનુસારની થતી કાર્યવાહી કરવા ખાતરી આપેલ છે.