જસદણ સાયકલ ક્લબ દ્વારા આપણા ગુજરાતના લોક લાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસની તેમજ ફ્રેન્ડશીપ ડે’ની ઉજવણી કરાય

0
320

જસદણ સાયકલ ક્લબ દ્વારા આપણા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસની અને ફ્રેન્ડશીપ ડે’ની ઉજવણી ના ભાગરૂપે આયોજિત “LITTLE CHAMPS” 15 વર્ષ થી નાના 50 બાળકોની જસદણ સરદાર ચોકથી ખાનપર રોડ પર આવેલી વૃંદાવન ગૌશાળા સુધીની 6 કીમી.ની વહેલી સવારે 6 am. કલાકે સુર્યોદય દર્શન, પ્રકૃતિ દર્શન અને બાળકોમાં પર્યાવરણ બચાવો અને વૃક્ષારોપણની જાગૃતિના અનુસંધાને આ સાયકલ યાત્રા નું સોશીયલ ડિસ્ટેન્સીસનુ ખાસ પાલન કરાવીને આયોજન કરવામાં આવ્યું હતું.

જસદણ શહેરના સાયકલ ચલાવવાના શોખીન બાળકોને અમોએ આવકાર્યા હતા..

આ યાત્રામાં જસદણ સાયકલ ક્લબના સભ્યો..
1.યોગેશભાઈ સખીયા
2.મનિષભાઈ મેવાસીયા
3.ડો.મયુરભાઈ ભુવા
4.મેહુલભાઈ વેકરીયા
5.રોહીતભાઈ હિરપરા
6.અભિષેકભાઈ પટેલ
7.હિતેષભાઈ ઠોળીયા
8.હિરેનભાઈ હિરપરા
9.અલ્પેશભાઈ માલસણા
10.અજયભાઈ માલવિયા
11.કિશોરભાઈ ડામસીયા
12.પ્રણવભાઈ મહેતા
13.મિતભાઈ ભુવા

વ્યવસ્થાના ભાગરૂપે જસદણ નગરપાલીકાના બાગબગીચા વિભાગના ચેરમેન મતી સોનલબેન વાસાણી, એડવોકેટ શ્રી પ્રકાશભાઈ પ્રજાપતિ આ સાયકલ યાત્રામાં જોડાયા હતા.

તેમજ જસદણની વૃંદાવન ગૌશાળાના પ્રમુખશ્રી અને ટ્રસ્ટીઓ, વલ્લભભાઈ બોદર, શંભુભાઈ સોજીત્રા, લાલજીભાઈ કોટડીયા, દેવશીભાઈ છાયાણી,એ બાળકોને ગૌશાળા અને ગાય વિશેની માહિતી અને ગોબરગેસ પ્લાન્ટની માહીતી અને બાળકોને નાસ્તાની વ્યવસ્થા કરાવી આપી હતી.

અંત માં જસદણ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ PSi કોડીયાતર સાહેબે બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો..

આપણા જસદણ શહેરના બધાય નાના-મોટા બાળકો સાયકલ ચલાવે અને નિરોગી રહે અને પર્યાવરણ પ્રત્યે ની જાગૃતતા લાવવાના હેતુસર આ નિઃશુલ્ક સાયકલ યાત્રાનું આયોજન કરેલું હતું.

અહેવાલ:- કરશન બામટા ,જસદણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here