ગોંડલ નેશનલ હાઇવે ભરૂડી ગામ પાસે એલસીબી એ વિદેશી દારૂ ની 2448 બોટલો સાથે નું ટેન્કર ઝડપ્યું

0
628

ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે ભરૂડી ગામ પાસે એલસીબી પોલીસે વેદીશી દારૂની બોટલોના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લઈ રૂ. 14 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

રાજકોટ રૂરલ એલસીબી પોલીસે બાતમીના આધારે ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ભરૂડી ગામના પાટિયા પાસે વોચ ગોઠવી શંકાસ્પદ હાલતમાં નીકળતા GJ-24-U-2495 નંબરના ટેન્કરને અટકાવવી તેની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ 2448 કિંમત રૂ. 896400 મળી આવતા ટેન્કર સહિત 14 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ટ્રક ડ્રાઇવર ગણપતલાલ આસુરામજી બીશ્નોઇ જાતે- બીશ્નોઇ ઉં.વ. ૩૭ ધંધો- ડ્રાઇવીંગ રહે- ડાવલ ગામ તા. ચીતલવાના જી. જાલોર (રાજસ્થાન) ની ધરપકડ કરી હતી જ્યારે અશોકભાઇ બીશ્નોઇ રહે- સાંચોર રાજસ્થાન વાળા ની શોધ શરૂ કરી હતી આ દરોડા કાર્યવાહીમાં પીઆઇ એ.આર.ગોહિલ હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ જાડેજા, પ્રહલાદસિંહ રાઠોડ, ભાવેશભાઇ મકવાણા , મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, બાલકૃષ્ણભાઇ ત્રીવેદી, રહિમભાઇ દલ, રૂપકભાઇ બોહરા, નરેન્દ્રભાઇ દવે, અમુભાઇ વિરડા, અનીરૂધ્ધસિંહ જાડેજા, સાહિલભાઇ ખોખર સહિતનાઓ જોડાયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here