અંદાજે સાતેક લાખ રૂપિયાનો ૫૫ ગુન્હામાં ત્રણ પોલીસ સ્ટેશનમાં પકડાયો હતો તમામ વિદેશી દારૂ….

કેશોદ નાયબ કલેકટર નાં કાર્યક્ષેત્રમાં આવતાં કેશોદ, માંગરોળ અને મરીન પોલીસ સ્ટેશનમાં પકડાયેલા વિદેશી દારૂનો મોટો જથ્થો આજરોજ ભરડીયા વિસ્તારમાં વહીવટી અઘિકારીઓ ની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો. કેશોદ પોલીસ સ્ટેશન નાં ૨૧ ગુન્હામાં પકડાયેલ રૂપિયા ૨.૨૫ લાખ, માંગરોળ પોલીસ સ્ટેશન નાં ૩૦ ગુન્હામાં પકડાયેલ રૂપિયા ૩.૨૬ લાખ અને મરીન પોલીસ સ્ટેશનમાં ૧૪ ગુન્હામાં પકડાયેલ રૂપિયા ૧.૪૧ લાખનો વિદેશી દારૂ નામદાર કોર્ટ નાં હુકમ બાદ નાયબ કલેકટર રેખાબા સરવૈયા, નાયબ પોલીસ અધિક્ષક ગઢવી અને નશાબંધી વિભાગના અધિકારીઓ ની હાજરી માં નાશ કરવામાં આવ્યો હતો. કેશોદ, માંગરોળ અને મરીન પોલીસ સ્ટેશન નાં કુલ ગુન્હા ૫૫ માં ઝડપાયેલ રૂપિયા ૬.૯૫ લાખનો વિદેશી દારૂ ભરડીયા વિસ્તારમાં પાથરી રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. છેલ્લે કેશોદના ભરડીયા વિસ્તારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો નાશ કરવામાં આવેલ હતો ત્યારે ભરાયેલા ખાબોચિયાં માં થી મજુરો ઠામ વાસણમાં ભરતાં હોવાનાં અહેવાલો પ્રસિદ્ધ થતાં તંત્ર ની નામોશી થઈ હતી ત્યારે આ વખતે કહ્યાગરા સિવાય અન્ય ને તમામ કામગીરી થી ઈરાદાપૂર્વક દુર રાખવામાં આવ્યાં હતાં.

અહેવાલ- ઇમરાન બાંગરા, માંગરોળ