આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી નિમીષાબેન ખુંટ નો એટ્રોસીટી ના કેસમાંથી છુટકારો થયો

0
442

ગોંડલમાં વર્ષ ૨૦૧૫ માં રાષ્ટ્રીય વિકાસ પાર્ટીએ ગોંડલ નગરપાલીકાની ચુંટણીમાં ઉમેદવારી કરેલી, ગોંડલના નિમીષાબેન ધીરજભાઈ ખુંટ વર્ષ ૨૦૧૩ થી આમ આદમી પાર્ટીના સભ્ય છે. સને ૨૦૧૪ માં સ્ટેટ એકઝીકયુટીવ કમીટીમાં સભ્ય થયેલા, તા-૨૬/૧૧/૨૦૧૫ ના રોજ તેમની સામે એટ્રોસીટી એકટની કલમ– ૩(૧)(૧૦) નો કેસ કરવામાં આવેલ. આ કેસ ચાલતા ફરીયાદ પક્ષ તા-૨૬/૧૧/૨૦૧૫ ના રોજ રાત્રીના કલાક : ૮-૩૦ વાગ્યાથી ૧૦–૦૦ વાગ્યાના અરસામાં ગોંડલ માંડવી ચોક પાસે નગરપાલીકાની ચુંટણીની જાહેર સભા રાષ્ટ્રીય વિકાસ, પાર્ટીના હોદેદાર રાષ્ટ્રીય વિકાસ પાર્ટીના હોય અને આયોજન કરેલ. આરોપી રાષ્ટ્રીય વિકાસ પાર્ટીના હોદેદાર તરીકે હતા, બનાવ તારીખ, સમય અને સ્થળે આરોપીએ પોતાની પાર્ટીને લાભ થાય તે માટે થઈ બદઈરાદાપુર્વક અને શાન સાથે દલીત શાતીની લાગણી દુભાય એ પ્રમાણે જાહેરમાં અપશબ્દો બોલી એટ્રોસીટી એકટની કલમ-૩(૧)(૧૦) મુજબનો શિક્ષાપાત્ર ગુનો કરેલ છે.

આ મુદ્દાઓને આરોપી નિમીષાબેન ખુંટના વકીલ એસ.પી.ભંડેરી ની દલીલ ધ્યાને લઈ ચુકાદામાં ઉપરના ત્રણેય પ્રશ્નોના જવાબ અદાલતે નકારમાં નોંધી કહેવાતા આરોપી નિમીષાબેન ખુંટને એટ્રોસીટીના કેસમાથી છોડી મુકવાનો હુકમ તા–૮/૭/૨૦૨૧ ના રોજ કરેલ છે.

આ કેસમાં આરોપીના બચાવ માટે ગોંડલના વરીષ્ઠ વકીલ શિવલાલ પી. ભંડેરી તથા યુવાન વકીલ નિરંજય એસ. ભંડેરી તથા રવિરાજ પી. ઠકરાર રોકાયેલા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here