સુરતમાં એમ્બ્રોડરીના કારખાનામાં ત્રીજા માળે ઘૂસી કારીગરને ચપ્પુના ઘા મારી મોબાઈલની લૂંટ, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો

0
73

યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો.

  • બે અજાણ્યા ઈસમો રૂપિયા 13 હજારના મોબાઇલની લૂંટ ચલાવી ભાગી ગયા

સુરત શહેરમાં વેડરોડ વિસ્તારમાં એમ્બ્રોડરીના કારખાનામાં કામ કરતા એક કારીગર ને ચપ્પુ મારી બે અજાણ્યા ઈસમો રૂપિયા 13 હજારના મોબાઇલની લૂંટ ચલાવી ભાગી ગયા હતા. કારખાનાના ત્રીજા માળે બનેલી ઘટના બાદ ઇજાગ્રસ્ત કારીગર ને તાત્કાલિક સારવાર માટે સિવિલ લવાતા દાખલ કરી દેવાયો હતો. હુમલાખોરો અજાણ્યા હોવાનું અને કેવી રીતે ખાનગી માલિકીના કારખાના ઘૂસી લૂંટ ચલાવી એ પોલીસ માટે તપાસનો વિષય બની ગયો છે.

15 દિવસ પહેલા જ સુરત આવ્યો હતો
યુનુસ અન્સારી (સાથી કારીગર) એ જણાવ્યું હતું કે રામકેશ જોગેશ્વર નીશાદ (ઉ.વ. 24, રહે. મીના નગર, વેડરોડ) 15 દિવસ પહેલા જ વતન બિહારથી કામની શોધમાં સુરત આવ્યો હતો. પોતાના ગામવાસીઓ સાથે જ રહેતો હતો અને તાજેતરમાં જ એમ્બ્રોડરીના કારીગર તરીકે કારખાનામાં કામે લાગ્યો હતો.

બે અજાણ્યા ઈસમો ચોરી છુપી કારખાનામાં ઘૂસી
ગુરૂવારની મધરાત્રે લગભગ 3 વાગે રામકેશ કારખાનાના ત્રીજા માળે કામ કરતો હતો. ત્યારે બે અજાણ્યા ઈસમો ચોરી છુપી કારખાનાના ત્રીજા માળે ઘૂસી ગયા હતા. ત્યારબાદ રામકેશનો મોબાઈલ લઈ લીધો હતો. રામકેશને મોબાઇલ નહીં દેખાતા તેણે પોતાના સાથે ઉભેલા કારીગર જ હોવાનું સમજી મોબાઈલ વિશે પૂછ્યું હતું.

ચપ્પુ વડે હુમલો કરી પીઠમાં ઘા મારી નાસી ગયા
બન્ને અજાણ્યા ઈસમોએ એક બીજા પર ખો આપી રામકેશ પર ચપ્પુ વડે હુમલો કરી પીઠમાં ઘા મારી નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત રામકેશે બુમાબૂમ કરી દેતા પહેલા માળે કામ કરતા કારીગરો દોડી જતા રામકેશ જમીન પર લોહીલુહાણ હાલતમાં પડેલો હતો. જેથી તેને સારવાર માટે તાત્કાલિક 108ની મદદથી નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here