- ગઈકાલે 10 તાલુકામાં અડધાથી 1 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે
- બનાસકાંઠા, જામનગર, ડાંગ, પાટણ, દેવભૂમિ દ્વારકા સહિતમાં વરસાદી માહોલ જોવા મળ્યો
અમદાવાદ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘ મહેર યથાવત્ છે. અત્યારસુધીમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 32 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેમાં 10 તાલુકામાં અડધાથી 1 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વધુ જુનાગઢના વિસાવદર તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ત્યારબાદ બનાસકાંઠા, જુનાગઢના મેંદરડા, જામનગર, ડાંગ, પાટણ, દેવભૂમિ દ્વારકા સહિતમાં વરસાદ પડ્યો છે. જ્યારે અમરેલી, રાજકોટ, પોરબંદર, જામનગર, કચ્છ, વડોદરા સહિતના જિલ્લામાં અડધા ઈંચથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ન પડતા ફરી ઉકળાટ તેમજ ગરમીનો માહોલ સર્જાયો છે.
24 કલાકમાં 10 તાલુકામાં સૌથી વધુ વરસાદ પડ્યો
જિલ્લો | તાલુકો | વરસાદ(MM) |
જુનાગઢ | વિસાવદર | 47 |
બનાસકાંઠા | સુઈગામ | 45 |
બનાસકાંઠા | ભાભર | 19 |
જુનાગઢ | મેંદરડા | 18 |
બનાસકાંઠા | લાખણી | 17 |
જામનગર | જામનગર | 14 |
બનાસકાંઠા | થરાદ | 13 |
ડાંગ | આહવા | 12 |
પાટણ | હારિજ | 10 |
દેવભૂમિ દ્વારકા | ભાણવડ | 10 |