સુરત પોઝિટિવ કેસનો આંક 14 હજાર નજીક, મૃત્યુઆંક 609 અને કુલ 9579 રિકવર થયા

0
280
  • શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 13,925 પર પહોંચી ગયો
  • શહેરની સાથે જિલ્લામાં પોઝિટિવ કેસમાં વધારો, આંક 2735

સુરત મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 14 હજાર નજીક પહોંચી 13925 થઈ ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 600ને પાર કરી 609 થઈ ગયો છે. ગતરોજ શહેરમાં 141 અને જિલ્લામાં 73 દર્દીઓ મળી 214 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 9579 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે.

સિટીમાં કુલ 11,190 અને ગ્રામ્યમાં 2735 કેસ થયા
સુરત સિટીમાં કોરોનાથી 497ના મોત થયા છે અને કુલ કેસ 11,190 નોંધાયા છે. જ્યારે ગ્રામ્યમાં કુલ 2735 કેસ અને 112ના મોત થયા છે. સિટી ગ્રામ્યમાં કુલ કેસનો આંક 13,925 અને મૃત્યુઆંક 609 થયો છે. કુલ 9579 દર્દીઓ સાજા થયા છે. તેમાં સિટીના 7697 અને ગ્રામ્યના 1882 દર્દીઓના સમાવેશ થાય છે.

સુરત સિવિલમાં અને સ્મીમેરમા 477 દર્દીઓ ગંભીર
સુરત શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનામા 609 વ્યક્તિઓના મોત નીપજ્યાં છે. નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં 423 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 362 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 19 વેન્ટિલેટર, 41 બાઈપેપ અને 302 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 153 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 115 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 12 વેન્ટિલેટર, 23 બાઈપેપ અને 80 દર્દીઓ ઓક્સિજન પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here