મિત્ર સાથે મિત્રતાને ફરી જીવંત કરાવતી ઉજવણી ફ્રેન્ડશીપ ડે

0
234

જ્યારે પણ કોઈપણ વાહનની ખરીદી કરવા જઈએ ત્યારે તેની સાથે તેની સ્કીમ પ્રમાણે અનેક નવા  ઉપહારો સાથે ભેટમાં મળતા હોય છે. આ ઉપહારો ની સાથે એક એવી ભેટ પણ તેની સાથે મળતી હોય છે જેની કિંમત કદાચ ઉપહારોની સામે ખૂબ હોય છે. હવે તમને એમ થશે કે આ તે કેવી વસ્તુ જેની કિંમત ઉપહારો કરતાં પણ વિશેષ છે? તે વસ્તુ બીજી કાંઈ નહીં પરંતુ વાહનની ડુપ્લીકેટ ચાવી છે. આ વસ્તુ ની અગત્યતા દરેક માટે ખાસ હોય છે. તેનું કારણ છે કે તેની મહત્વતા. વાહનની સાચી ચાવી કદાચ ખોવાઈ જાય કે પછી આડીઅવળી મુકાઈ જાય તો આ ડુપ્લિકેટ ચાવી ત્યારે ખૂબ ઉપયોગી બનતી હોય છે. એટલે ઉપહારો ની સાથે મળતી આ ચાવી ની વિશેષતા થોડી વધુ છે. એટલે જ કદાચ આ ચાવી ને દરેક ઘરમાં કોઈ ખાસ સ્થાન આપવામાં આવે છે. મમ્મીને, સદાય બાળકો કે પછી પપ્પા એવું કહેતા હોય છે કે આ ચાવી સાચવીને મૂકી દેજો ક્યારેક ખૂબ કામ લાગશે. વાહનની ખરીદી સાથે મળતા ઉપહાર તો આનંદ આપે જ છે પરંતુ તેની આ ડુપ્લિકેટ ચાવી તે કદાચ પહેલા ઉપહારો ની સામે વધુ મૂલ્ય ધરાવતી હશે. જીવન પણ એ જ રીતે એક વાહન સમાન છે. જે ને સમય અંતરે અનેક સર્વિસ કરાવી પડતી હોય છે. જોકે તેની એક જ ચાવી હોય છે જે છે માણસના વિચારો. આ વિચારો માણસના જીવનને વાહન સમાન પોતાના નિશ્ચિત કરેલા માર્ગ પર લઈ જાય છે. મનુષ્યોના વિચાર તેના જીવનની એક શ્રેષ્ઠ ચાવી સમાન છે. પરંતુ ક્યારેક જીવનમાં અનેક એવી ઘટના ઓ સર્જાતી જાય છે જેમાં મનુષ્ય આ ચાવી એટલે તેના વિચાર અટકી જાય છે. તેના જ કારણે કદાચ ત્યારબાદ મનુષ્ય જિંદગીમાં કશું જ જીવવા જેવું રહ્યું નથી એવું બોલતો થઈ જાય છે. આ સમયે કદાચ વાહનની જેમ એકાદી ડુપ્લીકેટ ચાવી હોય તો આવાહન ફરીથી શરૂ થઈ શકે. આ ડુપ્લિકેટ ચાવી તે બીજી કોઈ ચાવી નહીં પરંતુ એક મિત્ર. સંબંધોનો સૌથી સરળ અને શ્રેષ્ઠ સંબંધ એટલે મિત્રતા. દરેક મનુષ્યને તેના જીવનની સફરમાં અનેક અજાણ્યા લોકો મળતા હોય છે તેમાંથી કોઈ જીવનનો સારો મિત્ર બની જાય છે અથવા તો અજાણતા સાથી બની જાય છે.

મિત્રતા ની કોઈ પરિભાષા કરવી અઘરી છે પરંતુ સરળ શબ્દોમાં તેને દર્શાવી હોય તો મારા મતે એવું કહી શકાય કે જે કોઈ ઓળખાણ વગર કોઈ સંબંધ વગર  જીવનમાં ” મેં આઈ કમ ઈન?” આવું પૂછ્યા વગર જીવનની સફરમાં સાથે જોડાઈ જાય અને મનુષ્યના એ જ જીવનના માર્ગ ને વધુ રંગીન, વધુ ખુશહાલ, વધુ સરળ એક આંગળીના ઈશારે દર્શાવી જાય તેવી આ સંબંધોની જોડી એટલે મિત્રતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here