અરવલ્લી : બાયડ તાલુકાની આંબલીયારા આંગણવાડી 3 માં ભુલકાઓને ગણવેશ-માસ્કનું વિતરણ

0
124

અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાની આંબલીયારા ની આંગણવાડી 3 માં આઈ. સી. ડી. એસ. મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા ગણવેશ વિતરણ કાર્યક્રમ આંબલીયારા આગણવાડી 3ખાતે યોજાયો હતો. જેમાં દવાખાના ફળિયા વિસ્તાર માં આવેલ આંગણવાડીના ભૂલકાંઓને અરવલ્લી જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેન રમેશભાઈ કે પટેલ અને ગામના સરપંચ કમલેશભાઈ એન પટેલ અને બાયડ સંગઠન ઉપપ્રમુખ સુરેશભાઈ એ નાના ભૂલકાઓને બે જોડ ગણવેશ અને માસ્કનું વિતરણ કર્યું હતું તેમજ આંગણવાડી કાર્યકર, તેડાગર બહેન, તથા નાના ભૂલકાઓની માતાઓ પણ ઉપસ્થિત રહી હતી. આંગણવાડીના ભૂલકાંઓને બે જોડી ગણવેશ મળતા તેમના ચહેરા ઉપર સ્મિત જોવા મળ્યું હતું.

અહેવાલ- જગદીશ પ્રજાપતિ, અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here