સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ વધ્યું, રાજકોટ શહેરમાં પોઝિટિવ આંક 1220 પર પહોંચ્યો

0
341

રાજકોટમાં કેસની સંખ્યાની સાથોસાથ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે

રાજકોટ સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતું જાય છે. રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાથી રોજ 80થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. રાજકોટ શહેરમાં કુલ પોઝિટિવ આંક 1220 પર પહોંચ્યો છે. જેમાં 608 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં કેસની સાથોસાથ મોતની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થતો જાય છે. છેલ્લા એક અઠવાડિયાથી રાજકોટની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં રોજ 8થી વધુ દર્દીના કોરોનાથી મોત નીપજી રહ્યા છે. રાજકોટ સિવાયના અન્ય જિલ્લામાંથી આવતા કોરોના દર્દીઓને કારણે રાજકોટનો ડેથરેટ ઉંચો જઈ રહ્યો છે.

સૌરાષ્ટ્રના જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા
અમદાવાદ, સુરત અને હવે સૌરાષ્ટ્રમાં કોરોના કેસની સંખ્યા વધી રહી છે. ભાવનગરમાં 1424, રાજકોટમાં 1891, બોટાદમાં 246, જામનગરમાં 765, ગીર સોમનાથમાં 407 દેવભૂમિ દ્વારકામાં 51, જૂનાગઢમાં 911, પોરબંદરમાં 83 અને અમરેલીમાં 466 કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ પછી ભાવનગરમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ગઈકાલે હોમ ક્વોરન્ટીન થયા
રાજકોટ શહેર અને જિલ્લામાં પોઝિટિવ કેસ જે નોંધાયા છે તેમાં સોની વેપારી, ધારાસભ્યના 22 પરિવારજનો, લોકરક્ષક દળના કર્મચારી સહિતનાઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જસદણના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી પશુપાલક નિયામક સાથે બેઠક કરી હતી અને અધિકારી પોઝિટિવ આવતા મંત્રી બાવળિયા હોમ ક્વોરન્ટીન થયા છે. સૌરાષ્ટ્રના સાત જિલ્લા​​​​​​ જુનાગઢ, ગીરસોમનાથ, પોરબંદર, અમરેલી, જામનગર, દ્વારકા અને મોરબીમાં ગઈકાલે 141 કેસ પોઝિટિવ આવ્યા છે અને 7ના મોત થયા છે.