પોઝિટિવ કેસનો આંક 4761 પર પહોંચ્યો, કુલ 3696 દર્દી રિકવર થયા

0
98
  • દક્ષિણ ઝોન વિસ્તારમાં કોરોના સંક્રમણ ઝડપભેર વધી રહ્યું છે
  • 1 ઓગસ્ટ સુધીમાં સૌથી વધુ 1,378 કેસો ઉત્તર ઝોનમાં નોંધાયા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસનો કુલ આંક 4761 પર પહોંચી ગયો છે. વડોદરામાં ગતરોજ વધુ 48 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 3696 દર્દી રિકવર થયા છે. જ્યારે સત્તાવાર મૃત્યુઆંક 91 થયો છે. વડોદરામાં અત્યારે કુલ 974 એક્ટિવ કેસ છે. જે પૈકી 129 ઓક્સિજન ઉપર અને 39 વેન્ટીલેટર-બાઈપેપ ઉપર છે અને 806 દર્દીની હાલત સ્થિર છે.

દક્ષિણ ઝોનમાં છેલ્લા 3 દિવસમાં 82 લોકો સંક્રમિત
શહેરમાં છેલ્લા 15 દિવસથી મકરપુરા, માંજલપુર, મકરપુરા GIDC, તરસાલી, દંતેશ્વર અને વડસરને આવરી લેતા દક્ષિણ ઝોન વિસ્તારમાં કોરોના સંક્રમણ ઝડપભેર વધી રહ્યું છે. આ વિસ્તારમાં છેલ્લા 3 દિવસમાં 82 લોકો સંક્રમિત થયા છે, જે શહેરમાં સૌથી વધુ છે. આ સાથે જ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યાની દ્રષ્ટિએ 30 જુલાઇથી જ પાછળ મૂકી દીધું છે.

મકરપુરા GIDCમાં ચેપ ઝડપથી પ્રસર્યો
શહેરમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસોમાં પૂર્વ ઝોનમાં 894 હતા. જ્યારે દક્ષિણ ઝોનના 943 થઇ ગયા છે. જ્યારે 1 જુલાઇએ પૂર્વ ઝોનના 416 કેસો જ હતા. આ ગણતરીએ 226% કેસો થઇ ગયા છે, એટલે દક્ષિણ ઝોનમાં સંક્રમણ કેટલી ઝડપે વધ્યું છે તેનો અંદાજ આવે તેમ છે. મકરપુરા GIDCમાં હજારો શ્રમિકોની એક સાથે અવર-જવર રહેતી હોવાથી પણ ચેપ ઝડપથી પ્રસરતો હોવાનું તજ્જ્ઞોનું કહેવું છે. 1 ઓગસ્ટ સુધીમાં સૌથી વધુ 1,378 કેસો ઉત્તર ઝોનમાં નોંધાયા છે. જ્યારે પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછા 627 કેસો છે. જોકે આ ઝોનમાં પણ ઝડપથી કેસો વધી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here