વાંકાનેર નજીક સીરામીક કારખાનામાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા : 12 જુગારીઓની 4.05 લાખની રોકડ રકમ સાથે ધરપકડ….

0
364

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલા સીરામીક કારખાનામાં ચાલતા જુગારધામ પર મોરબી એલ.સી.બી. પોલીસ દ્વારા દરોડા પાડી કારખાનાની ઓફીસમાં જુગાર રમતા 12 શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન પોલીસ દ્વારા કુલ 4,05,000 ની રોકડ રકમ જપ્ત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલ.સી.બી. પોલીસને મળેલ ચોક્કસ ખાનગી બાતમી કે વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ એમ્બો મોરબી ગ્રેનીટો નામના સીરામીક કારખાનામાં કોઈ શખ્સો દ્વારા બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવવામાં આવે છે જેના આધારે મોરબી એલસીબી ટીમે એમ્બો ગ્રેનીટો નામના સીરામીક કારખાનામાં દરોડો પાડતાં કારખાનાની ઓફિસમાં ચાલતું જુગારધામ પકડી પાડ્યું હતું જેમાં પોલીસ દ્વારા કુલ 4.05 લાખની રોકડ રકમ સાથે 12 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી….

પોલીસ દ્વારા આ રેડ દરમિયાન વિપુલભાઇ બાબુભાઇ પરસુંબીયા, લલીતભાઇ અવરચરભાઇ દેત્રોજા, પરેશભાઇ રતીલાલ સાણંદીયા, આશીષભાઇ ભુપતભાઇ ગોધવીયા, રજનીકાંત જયંતીભાઇ જાલરીયા, જીજ્ઞેશભાઇ હરજીવનભાઇ કાવર, યોગેશભાઇ મનસુખભાઇ ચારોલા, નિલેષભાઇ અમરશીભાઇ દેત્રોજા, જીજ્ઞેશભાઇ જેઠાભાઇ વસાણીયા, નિકુંજ મનસુખભાઇ બોડા, કેતનભાઇ રવજીભાઇ અંદરપા, નિરવભાઇ હસુભાઇ બોડા સહિત 12 જુગારીઓની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….